અરવલ્લીઃ “હક્ક હમારા લેકે રહેંગે” : મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
છેલ્લા કેટલાંય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે હવે રાજ્યના મહેસૂલ કર્મચારીએ સરકાર સામે બાંયો ખેંચી છે.સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતાર્યા છે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧૯ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા જીલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી કામગીરી થી અળગા રહી હડતાલ યથાવત રહેશેનું જણાવ્યું હતું.
રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવી શક્યુ નથી પરિણામે હવે મહેસૂલ કર્મચારીઓ પણ સરકાર સામે જંગે ચઢ્યાં છે.
અરવલ્લી જીલ્લાના ૧૧૯ મેહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા વિવિધ સંસ્થાઓની સેવામાં અસર પડી હતી જેમાં પુરવઠા વિભાગ તેમજ જન સેવા કેન્દ્ર અને જમીનને લગતી કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો