ઉંઝા ખાતે લક્ષચંડી યજ્ઞશાળાની મુલાકાત લઇ ભાવવંદના કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉંઝા ખાતે શરૂ થયેલ લક્ષચંડી મહાયજ્ઞના પાવન અવસરે ઉમિયાનગર ખાતે તૈયાર કરવામાં આવેલ યજ્ઞશાળાની મુલાકાત લઇ મા ઉમિયાની ભાવસભર વંદના કરી પૂજા-અર્ચના કરી હતી.
લાઈવ: ઉંઝા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં “મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ” મહોત્સવનો ઉદ્ઘાટન કાર્યક્રમ https://t.co/nuoeQOkF8Z
— Dr. Rutvij Patel (@DrRutvij) December 18, 2019
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના ૧૨૬ દેશોમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી મા ઉમિયાના આંગણે ઉજવાઇ રહેલા પંચ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉંઝાના આંગણે યોજાઇ રહેલા આ દિવ્ય અવસરે ૧૦૮ યજ્ઞકુંડ સાથેની યજ્ઞશાળામાં તેઓ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
તેમની આ મુલાકાત દરમ્યાન ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, સ્થાનિક ઘારાસભ્યશ્રીઓ, પદાઘિકારીઓ – અઘિકારીઓ અને મા ઉમિયાના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.