કપડવંજમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્નેહ સંમેલન યોજાયું
વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા કપડવંજ શહેર તથા કપડવંજ તાલુકા ગાયત્રી પરિવારના ભાઈ બહેનનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું સ્નેહ મિલનમાં અમદાવાદ ઉપઝોનના સંયોજક જયેશભાઈ બારોટે સંબોધન કર્યું હતું તેમને જણાવ્યું કે ગાયત્રી પરિવાર દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણી ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું ગુરુદેવ વિશે પોતાના અનુભવો તેમને શેર કર્યા.
જશુભાઈ પ્રજાપતિ એ ૨૦૨૦ ના વર્ષમાં કયા કયા કાર્યો કરવાના છે તે કાર્યોની વિગતવાર સમજ આપી અને સંગઠિત થઈ આ કાર્યો પૂર્ણ કરવા માટેના સંકલ્પો લેવડાવ્યા હતા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ પણ આપી આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.