ગોધરામાં મોડીરાત્રે આગની બે ઘટનાઓ બનતા દોડધામ
ગોધરા,ગોધરા શહેરમાં મંગળવારની મોડી રાત્રે આગ લાગવાની બે ઘટનાઓ બનતા પાલિકાની ક્ષયર બ્રિગેડ ટીમને દોડધામ મચી હતી . ગોધરાના અમદાવાદ બાયપાસ ઉપર ઘાસ ભરી પસાર થતી ટ્રક માં અને લીલેસરા ખાતે આવેલા ફર્નિચર શોરૂમના પીઠામાં આગ લાગવાની ઘટનાઓ બની હતી .
ગોધરા શહેરના છેવાડે થી પસાર થતાં અમદાવાદ બાયપાસ હાઇવે ઉપરથી ઘાસ ભરી પસાર થઈ રહેલી ટ્રકમાં અચાનક ઘાસમાં આગ લાગી હતીજેથી ચાલકે ટ્રક થોભાવી દીધી હતી અને ક્ષયર બ્રિગેડની મદદ માટે કોલ કર્યો હતો.દરમિયાન ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ઘાસ સંપૂર્ણપણે બળી ખાખ થઈ જવા સાથે ટ્રકને પણ નુકશાન થયું હતું.
જયારે આગજનીની બીજી ઘટના ગોધરાના વડોદરા હાઇવે ઉપર આવેલા લીલસેરા ખાતે બની હતી . લીલેસરા ખાતે આવેલા ફ્કરી ર્નિચર શોરૂમમાં આવેલા લાકડાના પીઠામાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . સ્થાનિકો એકત્રિત થઈ જવા સાથે જ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી .
જેથી પાલિકા ફાયર ટીમે ત્રણ વોટર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જેનાબાદ આખરે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.જોકે આગ કાબુમાં આવતાં પૂર્વે પીઠા માં રાખવામાં આવેલા ફર્નિચર સામાનને ભારે નુકશાન થવા ઉપરાંત બળી ભસ્મીભૂત થઈ ગયું હતું.જોકે ફર્નિચર શોરૂમના પીઠા માં આગ કેવી રીતે લાગી જેનું કારણ જાણી શકાયું નથી .