Western Times News

Gujarati News

જમીનનો હક ન મળતા બાવળામાં ખેડૂતની આત્મહત્યા

અમદાવાદ: બાવળામાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિાન મોત નીપજ્યું છે. બાવળાનાં ખેડૂતે પોતાની એક જમીન વેચીને બીજી જમીન લીધી હતી. જે માટેનાં ૩૫ લાખ રૂપિયા તેમણે ચૂકવી દીધા હતાં. પરંતુ તેમની ખરીદેલી જમીનની માલિકી તેમને મળતી ન હતી. ત્યાંના પહેલાનાં માલિકો જમીન ખાલી કરવા તૈયાર ન હતાં. જ્યારે પણ આ ખેડૂતનો પરિવાર પોતાના જમીનની માંગણી કરવા જતો ત્યારે તેમને ઢોર માર મારતા અને અપશબ્દો પણ બોલતા હતાં. આ બધાથી કંટાળીને ખેડૂતે અંતિમ પગલુ ભરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ સારવારમાં તેમનું મોત નીપજ્યું છે. આ ખેડૂત પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ખેડૂત પર શોષણ કરતાં બધાનાં નામ લખ્યાં છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ આપઘાત અંગે તેમના પરિવારજનો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અમે જેમને જમીન વેચી છે તેના પૈસા પણ ચૂકવી દીધા છે. તેઓ અમને જમીન આપતા ન હતાં. સાત બારનાં દસ્તાવેજમાં પણ અમારું નામ છે. અમારા ઘરની મહિલાઓ ત્યાં જાય તો પણ તેમને મારે છે. આ ઉપરાંત લોકોએ મારા ભાઇ સાથે ૩૫ લાખ રૂપિયાની પણ છેતરપિંડી કરી છે. આ અંગે અમે પોલીસ પાસે પણ ગયા હતાં, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે હાથ ઉપર કરીને કહી દીધું કે, જમીનનાં મામલામાં અમે કંઇ જ ન કરી શકીએ તમારે મામલતદાર પાસે જવું પડશે.

આ ખેડૂતે ઝેરી દવા પીધા બાદ જ્યારે પરિવારજનને જાણ થઇ ત્યારે તરત તેમણે ૧૦૮ને બોલાવી હતી. આ દરમિયાન તેમણે મૃતકનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં મૃતક કહી રહેલા સંભળાય છે કે, ‘આ લોકોએ મારી સાથે ખોટું કર્યું છે. મેં ચીઠ્ઠી લખી છે પરંતુ બોલી શકું તેમ નથી. ચીઠ્ઠીમાં નિર્દોષનાં નામ પણ લખ્યા છે અને જેમણે મારૂં કરી નાંખ્યું તેના પણ નામ લખ્યા છે.’

‘ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ વિઘિ નહીં’મૃતક ખેડૂતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારી અંતિમવિધિ ન કરશો. એટલે પરિવારે પણ કહ્યું છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઇ ત્યાં સુધી અમે ખેડૂતની અંતિમવિધિ નહીં કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.