ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસે ગાંધીનગર જતા કાર્યકરોની ધરપકડ કરી નજર કેદ કર્યા
બીટીએસ અને બીટીપી દ્વારા ૫૩૫૦ જેટલી સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય,નર્મદાના વિસ્થાપિતો ના ન્યાય માટે,ગૌણ સેવા મંડળની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મુદ્દે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આયોજન કર્યું હતું.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના બીટીએસ અને બીટીપીના કાર્યકરોને ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ દ્વારા ગાંધીનગર ખાતેની રેલી અને વિધાનસભા ઘેરાવ ના કાર્યક્રમમાં જતા કાર્યકરો આગેવાનોની સ્થાનિક કક્ષાએજ ધરપકડ કરી ઝઘડિયા, રાજપારડી પોલીસ મથકોમાં નજરકેદ કર્યા છે. બીટીએસ અને બીટીપી દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે ૫૩૫૦ જેટલી સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય, નર્મદાના વિસ્થાપિતો ના ન્યાય માટે, ગૌણ સેવા મંડળની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને શિડ્યુઅલ ૫ અને ૬ ના અમલ માટે ના મુદ્દે ગાંધીનગર ખાતે રેલી અને વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ કરવાનો હતો.
આદિવાસીઓના પ્રશ્નો માટે ગાંધીનગરમાં રાજ્યભરના આદિવાસીઓ બીટીપીના પ્રમુખ અને ઝઘડિયા ના ધારાસભ્ય છોટુ વસાવા ના નેતૃત્વમાં ૫૩૫૦ જેટલી સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય, નર્મદાના વિસ્થાપિતો ના ન્યાય માટે, ગૌણ સેવા મંડળની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને શિડ્યુઅલ ૫ અને ૬ ના અમલ માટે ના મુદ્દે ગાંધીનગર ખાતે રેલી અને વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે રાજ્યભર માંથી અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટા પરથી આવનાર આદિવાસીઓ સહીત બીટીપીના આગેવાનો કાર્યકરોને રસ્તામાં અને સ્થાનિક કક્ષાએજ ધરપકડ કરી નજરકેદ કરવામાં આવ્યા હતા. ઝઘડિયા પોલીસે ઝઘડિયાની આજુબાજુના ગામો માંથી ૨૧ જેટલા આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજપારડી પોલીસ દ્વારા ૨૨ જેટલા આગેવાનો, ઉમલ્લા પોલીસે તાલુકા પંચાયત ઝઘડિયાના પ્રમુખ રિતેશ વસાવા, ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઈ સહિતના કાર્યકરોની ધરપકડ કરી ગાંધીનગર જતા અટકાવાય હતા. ધરપકડ કરાયેલ તમામને નજરકેદ રાખવામાં આવ્યા હતા અને આશરે ૧૨ વાગ્યાની આસપાસ તમામ ને મુક્ત કરવામાં આવ્યા હતા.