ઝારખંડમાં સીઆરપીએફ કેમ્પમાં બોલાચાલી બાદ ગોળીબાર બે જવાનોના મોત થયા
રાંચી, પાટનગર રાંચીના ખેલગામ ખાતે સીઆરપીએફ કેમ્પમાં આજે સવારે ગોળીબારમાં બે જવાનોના મોત નિપજયા છે.કંપની કમાંડર સહિત બે જવાનોના મોત બાદ અહીં ચકચાર મચી ગઇ છે. સીઆરપીએફની કંપની કમાંડર અને સીઆરપીએફના જવાન વચ્ચે બોલાચાલી બાદ સપાહીએ કંપની કમાંડરને ગોળી મારી દીધી હતી ત્યારબાદ જવાને ખુદને પણ ગોળી મારી દીધી હતી.ગોળી વાગવાથી બંન્નેના ધટના સ્થળે જ મોત નિપજયા હતાં આ ધટના બાદ ખેલગાવને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે આ પહેલા છત્તીસગઢના નારાયણપુરમાં પણ આઇટીબીપીના એક જવાને પોતાના પાંચ સાથી જવાનોને ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી.
મૃતકોમાં બંન્ને છત્તીસગઢ સશ† દળ ચાર બટાલિયન બી કંપનીના જવાનો હતાં તેમાંથી એક જવાન કંપની કમાંડર હતો. જેમનું નામ મેલા રામ કુર્રે બતાવવામાં આવી રહ્યું છે.જયારે બીજા જવાનનું નામ વિક્રમ રાજવાડે છે.વિક્રમ સિપાહી હતો કહેવાય છે કે છત્તીસગઢથી ફોક્સની કંપની ઝારખંડ ઇલેકશન ડયુટીમાં આવ્યો હતો કંપનીના કેમ્પમાં કમાંડર અને સિપાહીમાં કોઇ વાતને લઇ ચર્ચા થઇ અને ચર્ચા દરમિયાન સિપાહીએ કમાંડરને પોતાની રાયફલથી ગોળી મારી દીધી ધટનાની જાણકારી મળતા ખેલ ગામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયો હતો.