રેલવે યાત્રા મોંઘી થશે : સપ્તાહમાં પ્રતિ કિ.મી. ૫-૪૦ પૈસાનો વધારો
નવીદિલ્હી: તીવ્ર મોંઘવારીની વચ્ચે રેલવે દ્વારા યાત્રી ભાડામાં હવે વધારો ઝીંકવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય રેલવે પણ આ સપ્તાહમાં જ તમામ ટ્રેનને ક્લાસ માટેના યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. યાત્રી ભાડામાં આ વધારો પાંચથી લઇને ૪૦ પૈસા પ્રતિ કિલોમીટરની દ્રષ્ટિએ થઇ શકે છે. હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા નવા અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.
નવેમ્બર મહિનામાં વડાપ્રધાનની કચેરી દ્વારા આ અંગેની દરખાસ્તને લીલીઝંડી મળી ગઈ હતી પરંતુ ઝારખંડમાં હાલમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સ્વરુપે આ અંગેની જાહેરાત કરી શકાય ન હતી. હવે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે ત્યારે રેલવે દ્વારા યાત્રી ભાડામાં વધારો કરવામાં આવી શકે છે. આ વધારો પ્રતિ કિલોમીટર પાંચ પૈસાથી લઇને ૪૦ પૈસા પ્રતિ કિલોમીટર રહી શકે છે. રેલવે દ્વારા આર્થિક મંદીના અનુસંધાનમાં ફાઈનાન્સ ઉપર વધારાના દબાણ વચ્ચે તૈયારી કરવામાં આવી છે.