સંજેલી તાલુકા મથકે સ્થાનિક વીજ કચેરીનો અભાવ કારણે પ્રજાને હાલાકી
પ્રતિનિધિ સંજેલી 16 12 ફારૂક પટેલ સંજેલી તાલુકો બન્યાને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે મોટાભાગની કચેરીઓ ધમધમી રહી છે ત્યારે સ્થાનિક વીજ કચેરી ના અભાવને કારણે વીજ બિલ નવા કનેકશનો લો વોલ્ટેજ જેવી ફરિયાદો માટે તાલુકાની પ્રજાને 40 કિમી ઝાલોદ સુધી ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે તંત્ર દ્વારા વહેલી તકે વીજ કચેરી શરૂ કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠી છે
નવરચિત સંજેલી તાલુકો બન્યાને લગભગ સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે તાલુકામાં વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ગઈ છે ત્યારે સ્થાનિક વીજ કચેરીના અભાવને કારણે તાલુકાની પ્રજાને 40 કિમીનું અંતર કાપીઝાલોદ સુધી લાંબું થવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ કાઢી ગામડા સુધી વીજપુરવઠો પુરો પાડવાનિ જાહેરાતો કરે છે ત્યારે સંજેલી તાલુકા મથકે જ પૂરતો વીજ પુરવઠો મળતો નથી તેમજ સ્થાનિક વીજ કચેરી ન હોવાને કારણે વીજળી ગુલ થતાં બે ત્રણ કલાક રાહ જોવી પડી છે
જેના કારણે તાલુકાના કેટલાય કામો ન થતાં પ્રજાને ધરમ ધક્કા પણ ખાવા પડી રહ્યા છે તેમજ ધંધા રોજગારને પણ મોટી અસર પડે છે લાઇટ બિલ નવા વીજ જોડાણો લો વોલ્ટેજ જેવી નાની મોટી સમસ્યા માટે સમય અને પૈસાનો બગાડ કરી ઝાલોદ સુધી લાંબુ થવું પડે છે તાલુકો બન્યો છતાં હજી સુધી વીજ કચેરી સબ સ્ટેશન સુવિધાના અભાવને કારણે પૂરતો વીજ પુરવઠો પણ મળતો નથી અને નાના મોટા ફોલ્ડ માટે પણ ઝાલોદથી વાહન તેમજ કર્મચારીઓ આવતા હોવાથી લાઇટ પણ સમયસર શરૂ થતું નથી જેથી સ્થાનિક વીજ કચેરી શરૂ કરવામાંઆવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે જો સ્થાનિક કચેરી શરૂ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં તાલુકાના પ્રજા દ્વારા વીજ બીલનો વિરોધ કરવામાં આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
અવારનવાર નાના મોટા ફોલ્ટને કારણે ઝાલોદથી વાહન તેમજ કર્મચારીઓને બોલાવવામાં આવે છે જેમને આવતા અને ફોલ્ટ શોધતા કલાકો નીકળી જાય છે ત્યારે સ્થાનિક વીજ કચેરી શરૂ કરવામાં આવે તો લોકોને પુરતી સુવિધા મળી રહે તેમ છે