સાયન્સ સીટી રીંગ રોડ સુધી જનમાર્ગ રૂટની બસો દોડશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટસિટી અમદાવાદમાં જનમાર્ગની બસો યમદૂત સાબિત થઈ રહી છે તથા જનમાર્ગના કારણે ટ્રાફિક અને (Traffic and parking) સમસ્યા વકરી રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસની સેવામાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તથા સોલા બ્રિજથી સાયન્સ સીટી રીંગ રોડ (sola bridge to science city road) સુધી નવા ૬ બસ શેલ્ટર્સ (6 new bus shelters) તૈયાર કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં હાલ ૮૬ કિલોમીટર લંબાઈમાં બીઆરટીએસની બસો દોડી રહીછ ે. જેમાં શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાના પ્રયાસ થયા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષ દરમ્યાન જે વિસ્તારોનો વિકાસ થયો છયે તેમાં પણ જનમાર્ગની સુવિધા શરૂ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે સોલા બ્રિજથી સાયન્સ સીટી રીંગ રોડ સુધી જનમાર્ગની બસો દોડાવવામાં આવશે.
આ રૂટ રૂ.૬.૩પ કરોડના ખર્ચથી ૬ બસ શેલ્ટર્સ તૈયાર કરવામાં આવશે. સદર રૂટ પર કોરીડોર બનાવવામાં આવશે નહીં તથા મીક્ષ ટ્રાફિકમાં જ બસો દોડાવવામાં આવશે. શેલ્ટર્સની ડીઝાઈન હયાત શેલ્ટર્સ મુજબ જ રાખવામાં આવશે. તથા ૧ર મહિનામાં બસ શેલ્ટર્સના કામ પૂરા કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. સોલાબ્રિજથી રીંગરોડ સુધી નવા ૬ બસ શેલ્ટર્સ તૈયાર થશે.