૧૯૯૯ના કારગિલ યુદ્ધના રાજા મિગ ૨૭એ અંતિમ ઉડાન ભરી
જોધપુર, વર્ષ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાંં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા અને ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી વધુ સમય સુધી સેવામાં રહેનારા ફાઇટર પ્લેન મિગ-૨૭ આજે શુક્રવારે અંતિમ વાર ઉડાન ભરી. રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે ૭ ફાઇટર પ્લેનોએ પોતાની અંતિમ ઉડાન ભરી. આ દરમિયાન વાયુસેનાના અનેક મોટા અધિકારી ઉપસ્થિત રહ્યા. વિદાય દરમિયાન મિગ-૨૭ને સલામી પણ આપવામાં આવી. મિગ-૨૭એ ત્રણ દશક સુધી ભારતીય વાયુસેનાની સેવા કરી.
અધિકારીઓએ જણાવ્યું કે, સ્વિંગ..વિંગ ફાઇટર પ્લેન વાયુસેનામાં અનેક દશકો સુધી ગ્રાઉન્ડ…અટેક ફ્લીટમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યું છે. હવે ભારતીય વાયુસેના સાથે પ્લેનોને પોતાના સ્ક્વાડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપવામાં આવી છે.
આ પહેલા, રક્ષા મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, સ્વિંગ…વિંગ ફ્લીટનું ઉન્નત સંસ્કરણ ૨૦૦૬થી વાયુસેનાના સ્ટ્રાઇક ફ્લીટનું ગૌરવ રહ્યું છે. અન્ય તમામ સંસ્કરણ જેમ કે મિગ-૨૩ બીએન અને મિગ-૨૩ એમએફ અને વિશુદ્ધ મિગ-૨૭ વાયુસેનાથી પહેલા ન નિવૃત્ત થઈ ચૂક્યા છે.રક્ષા મંત્રાલયે શું કહ્યું?
રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ ફ્લીટે ઐતિહાસિક કારગિલ યુદ્ધ દરમિયાન ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે તેણે દુશ્મનના ઠેકાણાઓ પર રાકેટ અને બોમ્બ ચોકસાઇથી ફેંક્યા હતા. આ ફ્લીટે આૅપરેશન પરાક્રમમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નંબર-૨૯ સ્ક્વાડ્રન વાયુસેનામાં મિગ-૨૭ અપગ્રેડ પ્લેનોમાં સંચાલિત કરનારું એકમાત્ર યૂનિટ છે. ઉન્નત સંસ્કરણે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં હિસ્સો લીધો છે.
મંત્રાલયે કહ્યું કે, સ્ક્વાડ્રનની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૫૮ના રોજ વાયુસેના હલવારામાં ઓરાયન (તૂફાની) પ્લેનથી કરવામાં આવી હતી. વર્ષો સુધી સ્ક્વાડ્રનને અનેક પ્રકારના પ્લેનોથી સજ્જ કરવામાં આવ્યું જેમાં મિગ-૨૧ ટાઇપ ૭૭, મિગ-૨૧ ટાઇપ ૯૬, મિગ-૨૭ એમએલ અને મિગ-૨૭ અપગ્રેડ સામેલ છે.
આ અગાઉ, મિગ-૨૭ પ્લેનોને ૨૭ ડિસેમ્બરે સેવાથી નિવૃત્ત કરવા માટે જોધપુર સ્થિત વાયુસેનાના એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ મિગ-૨૭ની શુક્રવારે અંતિમ ઉડાન વિશે ટિ્વટ કર્યું. વાયુસેનાએ ટિ્વટ કર્યું કે, ભારતીય વાયુસેના કાલે તાકાતવાન મિગ-૨૭ને વિદાય આપશે. ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ એરફોર્સ સ્ટેશન, જોધપુરમાં યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં ભવ્ય સમારોહમાં પ્લેનને સેવાથી હટાવવામાં આવશે.