અર્થતંત્રમાં મંદીની અસર: ફેબ્રુઆરીમાં બેકારી દર વધીને 7.78 ટકા

નવી દિલ્હી, રોજગારનાં મોરચે સરકાર માટે ખરાબ સમાચાર છે,ભારતમાં બેકારીની દર ફેબ્રુઆરી વધીને 7.78 ટકા પર પહોંચી છે, જે ઓક્ટોબર 2019 બાદ સૌથી વધુ છે, આ પેહલા જાન્યુઆરીમાં બેરોજગારી દર 7.16 ટકા હતી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇંન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા સોમવારે આ આંકડા જારી કરાયા.
આ આંકડા અર્થવ્યવસ્થા પર મંદીનો પ્રભાવ દર્શાવે છે, અત્રે ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2019નાં 4 મહિનામાં બેરોજગારીની દર 7.5 ટકા સુંધી હતી, ત્યાંજ બેરોજગારીની દર ઓગસ્ટ અને ઓક્ટોબર 2019નીમાં 8 ટકા પાર ગઇ છે.
ભારતીય અર્થવ્યવસ્થાનું વર્ષ 2019નાં છેલ્લા ત્રણ મહિનામાં ગત 6 વર્ષથી પણ અધિકની સૌથી ધીમી ગતિથી વધી છે, વિષ્લેશકોએ અનુમાન લગાવ્યું છે કે કોરોના વાયરસ (Coronavirus)નાં વૈશ્વિક સ્તર પર પ્રકોપનાં પગલે એશિયાની ત્રીજી મોટી ઇકોનોમીમાં આગળ પણ મંદી જળવાઇ રહેશે. CMIEનાં ડેટા મુંજબ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની દર ગત મહિનાનાં 5.97 ટકાની તુલનામાં ફેબ્રુઆરીમાં વધીને 7.37 ટકા થઇ ગઇ છે, ત્યાંજ શહેરી વિસ્તારોમાં તે ગત 9.70ની તુલનામાં ઘટીને 8.65 પર આવી ગઇ છે.