ગુજરાતનું એક એવું ગામ જેમાં 1600 ઘરમાંથી લગભગ 1400 ઘર સૌર ઊર્જા જોડાણ ધરાવે છે

ગુજરાતમાં એક પ્રાચીન મંદિરની જગ્યાએ સૌર ઊર્જાને અપનાવવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે, ઊર્જા પ્રત્યેનો એનો પથદર્શક અભિગમ ફક્ત હિસ્ટ્રી ટીવી18 પર જ જોવા મળે છે .
ભારતના ગુજરાત રાજ્યના એક ગામ તરીકે મોઢેરા એ, દિવસ-રાત સૌર ઊર્જાથી સંપૂર્ણપણે સંચાલિત થનારું દેશનું પ્રથમ ગામ બનીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ૧૬૦૦ – ૧૭૦૦ વિદ્યુતીકૃત ઘરોનું ઘર એવું આ ગામ અત્યારે લગભગ ૧૪૦૦ સૌર ઊર્જા જોડાણો ધરાવે છે, જે બધા, સુજાનપુરા ગામમાં ૧૨ હેક્ટરના સૌર ઊર્જા પ્લાન્ટ દ્વારા સંચાલિત છે.
સૌર ઊર્જાની ક્રાંતિ કેવી રીતે એના રહેવાસીઓને ફક્ત સ્વચ્છ અને હરિત ઊર્જા જ પૂરી નથી પાડતી પણ મેન્યુઅલ ઘટાડવા માટે વીજળી – સંચાલિત મશીનરી તરફ વળવા માટે સક્ષમ પણ બનાવે છે એ જુઓ ઓએમજી! યે મેરા ઇન્ડિયા, ના દસમાં એપિસોડમાં જેનું પ્રીમિયર થવાનું છે આ સોમવારે, ૧૫ એપ્રિલ રાત્રે ૮ વાગ્યે, ફક્ત હિસ્ટ્રી ટીવી18 પર.
પથદર્શક મૌલિક પ્રમાણભૂત મનોરંજક શ્રેણીની સીમાચિહ્નરૂપ દસમી સીઝન દર સોમવારે રાતે ૮ વાગે દર્શકોને મનોરંજન, પ્રોત્સાહન અને પ્રેરણા આપવાના એના વચનને પૂરું કરવાનું ચાલુ રાખે છે જેમાં એવા વ્યક્તિઓની મનોહર, અદ્ભૂત વાર્તાઓ છે, જેમણે એમની અનન્ય પ્રતિભા, સામાજિક પ્રભાવ પહેલ, તકનીકી નવીનતાઓ, વિક્રમ સર્જક પરાક્રમો, વિચિત્ર જુસ્સો અને રસરુચિઓ વડે લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે.
આ પ્રોજેક્ટ (પ્રકલ્પ) દરરોજ ૬૩૦૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન કરે છે જે મોઢેરામાં વીજ કાપનો અંત લાવે છે. રહેણાંક અને સરકારી એમ બંને ઇમારતો પર રૂફટોપ સોલાર પેનલ લગાવવાથી ઇન્સ્ટોલેશન દીઠ એક કિલોવોટ (kW) કરતાં વધુ વીજળી ઉત્પન્ન થાય છે, જે ગામની દૈનિક વપરાશની જરૂરિયાતોને પાર કરી જાય છે.
આ પહેલ, ગામના રહેવાસીઓ માટેનાં ઊર્જાનાં બિલમાં ફક્ત નોંધપાત્ર ઘટાડો જ નથી કરતી પણ એમને ગ્રીડમાં વધારાની વીજળી પાછી વેચીને વધારાની આવક મેળવવાની તક પણ આપે છે. જાજરમાન સૂર્યમંદિરનું ઘર ધરાવતું આ ઐતિહાસિક ગામ કેવી રીતે સૌર ઊર્જા દ્વારા આશાની નવી સવારનો અનુભવ કરી રહ્યું છે એ જાણો, આ સોમવારે રાત્રે ૮ વાગ્યે ‘ઓએમજી! યે મેરા ઇન્ડિયા! પર.
આશ્ચર્યચકિત થઇ જાઓ ગુજરાતના આ ગામની કાયાપલટથી અને એની સાથે દેશના ખૂણે-ખૂણેથી આવેલી અન્ય અવિશ્વસનીય વાર્તાઓથી, જેમાં અવિશ્વસનીય મૂર્તિઓનું કલેક્શન (મૂર્તિઓનો સંગ્રહ) ધરાવતા મુંબઈના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે!