ઝાડેશ્વર રોડ પર રોડ હાટડી પર રાંધણ ગેસ સીલીન્ડર સળ્ગયો

અન્ય દુકાન માં લગાવેલ ફાયર અગિનશામક સાધન થી આગ ઉપર કાબુ લેવાયો. ભરૂચ માં રાંધણ ગેસ સીલીન્ડર ના કાળા બજાર થતો હોવાનો આક્ષેપ. વડાપાઉં ના ડેરા તંબુ માં પણ આગ ના પગલે આસપાસ ના ટોળા એકત્રિત થયા.
ભરૂચ: ભરૂચ માં જાહેર માર્ગો ઉપર જ ધમધમતી ખાણી પીની ની લારીઓ ઉપર રાંધણ ગેસ નો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય છતાંય તંત્ર મૌન સેવી રહ્યું છે.ત્યારે ઝાડેશ્વર રોડ ઉપર વડાપાઉંના ડેરા તંબુ નીચે રાંધણ ગેસ નો લાલ સીલીન્ડર અચાનક સળગી ઉઠતા સ્થાનિકો એ પોતાની દુકાન માં લગાવેલા ફાયર અગિનશામક સાધન થી આગ ઓલવી હતી.જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો નજીક માં ઈલેક્ટ્રીક ટ્રાન્સફર માં બ્લાસ્ટ થવાની સંભાવના લોકો સેવી રહ્યા હતા.
બનાવની માહિતી મળતા ભરૂચ ના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક જાહેર રોડ ઉપર વડાપાઉં ના ડેરા તંબુ નીચે રાંધણ ગેસ નો સીલીન્ડર અચાનક લીકેજ થયા બાદ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.જો કે નજીક ના કોમ્પ્લેક્ષ ની દુકાન માં લગાવામાં આવેલ ફાયર અગિનશામક સાધન થી આગ ઉપર કાબુ માં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગ ના કારણે ડેરા તંબુ માં પણ આગ લાગતા લોકો ના ટોળે ટોળા એકત્રિત થયા હાટ અને સ્થાનિકો ની સતર્કતા ના કારણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આગ ઉપર કાબુ ન લેવાયો હોત તો ઘટના સ્થળે વીજ થાંભલાઓ માં આગ પ્રસરી હોત તો મોટી હોનારત થવાની દહેશત વર્તાઈ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ ના વિવિધ વિસ્તારો માં જાહેર માર્ગો ઉપર જ ખાણીપીણી ની લારીઓ તથા ચા ની કેન્ટીંગ ઉપર રાંધણ ગેસ ના સીલીન્ડર નો ઉપયોગ ગેર કાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહી છે.ગેસ એજન્સી ના સંચાલકો રાંધણ ગેસ સીલીન્ડરો નો કાળા બજાર કરતા હોવાના કારણે જાહેર માર્ગો ઉપર ખાણીપીણી ની લારીઓ ઉપર રાંધણ ગેસ સીલીન્ડર નો ઉપયોગ મોટા પ્રમાણ માં કરતા હોવાનું સામે આવી રહ્યુ છે.
બાયપાસ ચોકડી પર મોડી રાત્રી સુધી ચાલતી હોટલો માંથી છ જેટલા સીલીન્ડરો જપ્ત કર્યા હતા.ભરૂચ ની બાયપાસ ચોકડી સ્થિત મારામારી ની ઘટના બાદ પોલીસ મોડી રાત્રી સુધી ચાલતી હોટલો ઉપર સપાટો બોલાવ્યો હતો.જેમાં મોડી રાત સુધી ચાલતી તવાફ્રાય ઉપર થી છ જેટલા રાંધણ ગેસ ના સીલીન્ડર નો ગેરકાયેસર કરાતો હોવાના પગલે મોડી રાત્રી એ પોલીસે ભરૂચ મામલતદાર ને બોલાવી સ્થળ ઉપરથી છ જેટલા ઘર વાપરશ ના રાંઘણ ગેસ ના બાટલા કબજે લઈ તાવાફ્રાય સંચાલકો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ ના મામલતદાર દ્વારા જાહેર માર્ગ ઉપર ચાલતી ખાણીપીણી ની લારીઓ ઉપર વાપરવામાં આવતા ઘર વપરાશ ના રાંધણ ગેસ ના સીલીન્ડરો કબ્જે કરવામાં આવે તો ગેસ એજન્સીના કાળા બજાર નો પર્દાફાશ થઈ શકે.