Western Times News

Gujarati News

પાલનપુરના સામઢી ખાતે ગેનીબેને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

કાયદાનું સન્માન કરીએ છીએ પણ દબાવવાનો પ્રયાસ કરશો તો તમને તમારી ભાષામાં જવાબ આપીશું

પાલનપુર, લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામઢી ગામે સભાને સંબોધી હતી જેમાં ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહાર કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી પોલીસને ગર્ભિત ધમકી આપી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવતી પ્રવાસ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પાલનપુરના સામઢી ગામે બુધવારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભાય ોજાઈ હતી. જયાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જનસભામાં સરકારી તંત્ર અને પોલીસને નિશાના ઉપર લેતાં ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતાં કહ્યું કે, પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે, તો જેના ઉપર પોલીસના ફોનઆવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે, તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે.

તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એકશન લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેકશન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી. અમારા મતદારો બેઠા છે તમને કહું છું ૧૦ કે ૧પ ફરિયાદો થાય તો તૈયારી રાખજો. એમાં કાંઈ થવાનું નથી. જો પોલીસવાળા ગામમાં આવીને દમદાટી આપતા હોય તો એમને કહેજો.

આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. ૮મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે. તમને ફુલાવશે. પણ નોકરી તમારે પ૮ વર્ષ સુધી કરવાની છે. તમને પગારકોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે. લોકોના ટેકસના પૈસાનો પગાર મળે છે. અમે ગાંધીજીની વિચારધારાવાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતાં વાર લાગશે નહી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.