વયોત્સવ ફાઉન્ડેશન દ્વારા મિશન ” વયોત્સવ અલ્પાહાર” ની શરૂઆત કરવામાં આવી

હર હંમેશ વડીલોના હિતાર્થે કાયૅ કરતી સંસ્થા વયોત્સવ ફાઉન્ડેશને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસે મિશન વયોત્સવ અલ્પાહાર ની શરૂઆત કરી. આ મિશન વિષે સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જતીન પાડલીયા દ્વારા જાણવા મળ્યા મુજબ આ મિશન અંતર્ગત વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વડીલ ને વ્યક્તિગત રીતે સૂકો/કોરો નાસ્તા ની કીટ આપવામાં આવશે.
જે કિટમાં ૧૦ થી ૧૫ દિવસ સુધી ચાલી શકે તેઓ હેલ્ધી નાસ્તો મુકવામાં આવ્યો છે. દિવસ દરમ્યાન કે રાત્રે વડીલને જયારે પણ ભુખ લાગે અથવા દવા લેતા પહેલાં કઈ નાસ્તા ની જરૂર હોય તો તે નાસ્તો કરી શકે તેવા શુભ આશયથી આ મિશનની શરૂઆત કરવામાં આવી છે.
આ મિશન અંતર્ગત બે વૃદ્ધાશ્રમ એક શારદા શાંતિ ધામ વૃધ્ધાશ્રમ મહેમદાવાદ રોડ અને માતોશ્રી વૃદ્ધાશ્રમ CTM ખાતે આશરે ૮૦ નાસ્તા ની કીટ ની વહેચણી કરી ચૂક્યા છીએ. હવે બીજા વૃદ્ધાશ્રમોમાં આ નાસ્તા ની કીટ પહોંચાડવાની છે.
વડીલોના પ્રતિભાવો દ્વારા આ કિટ માં જરૂરી સુધારા-વધારા ફેરફારો કરીશું.આમ અમે જરૂરીયાત યુક્ત દરેક વૂધ્ધાશ્રમ માં પંહોચવા માંગીઅે છીએ.અમારા આ મિશન માટે પ્રતિભાવો સારા મળશે તો કાયમી અને નિયમિત પ્રમાણે ચાલુ રાખીશું.