Western Times News

Gujarati News

હારિજમાં મ્યુલ એકાઉન્ટ્‌સ દ્વારા અબજોની હેરાફેરી પકડાઈ

સાયબર ફ્રોડની નવી હાઇટ

પોલીસે ૩૯૮ કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

મહેસાણા,પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ૩૯૮ કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પાટણ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભારત સરકારના SAMANVAYAઅને NCCRPપોર્ટલ પરની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ‘ધી હારીજ નાગરિક સહકારી બેન્ક લિ., હારિજ’ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓમાં અસામાન્ય અને શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. જેમાં ૧૩ મ્યુલ એકાઉન્ટ્‌સમાં રૂ.૩૯૮.૪૩ કરોડના ગેરકાયદે વ્યવહારો થયા હતા. આ ખાતાઓમાં દેશભરમાંથી નોંધાયેલી ૨૨૮ સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી હતી.

કેટલાક ઈસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઉભી કરી બેન્ક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા. આ ખાતાધારકો પાસેથી ATM કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગની વિગતો મેળવી તેનો ઉપયોગ ઓનલાઈન જુગાર, સટ્ટા, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન અને APK/લિંક આધારિત છેતરપિંડી માટે કરાતો હતો. આથી પાટણ સાયબર પોલીસ દ્વારા ૧૩ બેન્ક ખાતા ધારકો તથા ખાતાઓ ભાડે મેળવી તેનો ગુનાઇત પ્રવૃત્તિમાં ઉપયોગ કરનારા ૭ વચેટિયા મળી ૨૦ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી ૧૪ને ઝડપી હતા જ્યારે છ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા આરોપીઓઃ રોહન અશોકજી ઠાકોર (હાલ રહે. પાટણ, મૂળ રહે. ટીંબાવાસ, ચાણસ્મા), વિષ્ણુભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ (પટેલ વાસ, હારિજ), ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિ (ચામુંડાનગર, હારિજ), પાર્થ કમલેશભાઈ પ્રજાપતિ ( ઋષિકૃષ્ણની પોળ, પાટણ), ચેતન ભગવાનભાઈ ઠક્કર (હાલ રહે. પાટણ, મૂળ રહે. રોડા, તા. હારિજ), મહિપત કનુભાઇ પ્રજપતિ (હાલ રહે. બેચરાજી, મૂળ રહે. બોરતવાડા, તા. હારિજ), રમેશભાઇ અમથાભાઇ સુથાર (રહે. કનીજ, તા. સમી), ભરતજી કાંતીજી ઠાકોર ( હાલ રહે. પાટણ, મૂળ રહે. બોરસણ તા. પાટણ), શૈલેષ જગાજી ઠાકોર (રામનગર, તા.જિ. પાટણ), નીતિન શંકરલાલ પ્રજાપતિ (ગુર્જરવાડો, પાટણ), દિનેશભાઇ કનુભાઇ પ્રજાપતિ (હાલ રહે. બેચરાજી, મૂળ રહે. બોરતવાડા), ભેમાભાઇ વાઘાભાઇ રબારી (હાલ રહે. રાધનપુર, મૂળ રહે.બંધવડ, તા. રાધનપુર), વિક્રમ નારાયણભાઇ પટણી (રહે. યશનગર, પાટણ) અને વસંતભાઇ અમથાભાઇ સુથાર (હાલ રહે. રાધનપુર, મૂળ રહે. કનીજ, તા. સમી). પકડવાના બાકી આરોપીઓઃ દિનેશભાઇ નાથાલાલ ઠક્કર (હારિજ), જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર (અમદાવાદ), મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર (હાલ રહે. રાધનપુર, મૂળ રહે. ધોકાવાડા, તા.સાંતલપુર, હાર્લી પ્રજાપતિ (પાટણ), હર્ષદભાઇ ઠક્કર (અમદાવાદ) અને અશ્વિનભાઇ છગનભાઇ ઠક્કર (રહે. અમદાવાદ).ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.