Western Times News

Gujarati News

ધમાલ ૪ વહેલી રિલીઝ થશે, હવે ફિલ્મ ૧૦મી જુલાઈએ રિલીઝ થશે

ધમાલ ફ્રેન્ચાઈઝીનો પહેલો ભાગ ૨૦૦૭માં રિલીઝ થયો હતો

ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરી સહીતની કાસ્ટ હશે

મુંબઈ,બે અઠવાડિયા પહેલા એવા અહેવાલો હતા કે હવે આલિયા ભટ્ટ અને શર્વરીની યશરાજની ફિલ્મ આલ્ફા પ્રીપોન્ડ થઈ છે અને આ ફિલ્મ હવે ૧૦ જુલાઇને બદલે ૩ જુલાઈએ રિલીઝ થવાની છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ તારીખ ખાલી પડતાં ધમાલ ૪ની રિલીઝ પણ એક અઠવાડિયું આગળ વધારી દેવામાં આવી છે.આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ધમાલ ૪ પહેલાં ૧૭ જુલાઈએ રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ એક અઠવાડિયું પહેલાં ૧૦ જુલાઈએ રિલીઝ થશે.

૧૦ જુલાઈને બદલે ૩ જુલાઈએ આલ્ફા રિલીઝ થવાની ચર્ચાઓ છે, તેથી ખાલી પડેલી તારીખમાં હવે ધમાલ ૪ને રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમને લાગે છ કે તેમની ફિલ્મ માટે ૧૦ જુલાઈ યોગ્ય તારીખ છે અને ફૅન્સ માટે પણ આ કોમેડી ફિલ્મ એક અઠવાડિયું વહેલી જોવા મળશે તો મજાની જ વાત હશે. ટૂંક સમયમાં ઓફિશીયલ અનાઉન્સમેન્ટ થઈ શકે છે.”ઇન્દ્ર કુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરી સહીતની કાસ્ટ છે, એ ઉપરાંત એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલિ આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ જોવા મળશે.

ધમાલ ફ્રેન્ચાઈઝીનો પહેલો ભાગ ૨૦૦૭માં રિલીઝ થયો હતો અને તેની મસાલેદાર છતાં નવીન કોમેડી, મજબૂત એન્સેમ્બલ કાસ્ટ અને કમર્શીયલ એલિમેન્ટ્‌સને કારણે આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. ત્યારબાદ આવેલી ડબલ ધમાલ (૨૦૧૧)એ પણ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી, જેના કારણે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને આશ્ચર્ય થયું હતું અને અંતે ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

ટોટલ ધમાલ(૨૦૧૯)એ તો પ્રથમ દિવસે જ લગભગ ૧૬.૫૦ કરોડની જબરદસ્ત કમાણી કરી હતી અને તેના સમગ્ર થિયેટ્રિકલ રનમાં ૧૫૪.૨૩ કરોડની કમાણી કરી લીધી હતી. ધમાલ સિરીઝની ત્રણેય ફિલ્મોને ટેલિવિઝન પર પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજે પણ દર્શકોમાં તેની યાદગાર છાપ છે. આ કારણે ધમાલ ૪ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.