અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રિ- વેડીંગ ઈવેન્ટના ત્રીજા દિવસે મહાનુભાવોનો જમાવડો
શનિવારે રાત્રે આ ફંક્શનમાં દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણી પણ હાજરી આપવા પહોંચ્યા.
અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને માર્ક ઝુકરબર્ગ અને તેના પત્ની દંગ રહી ગયા: શાહરૂખ ખાને અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા: નીતા અંબાણીએ દિલજીત દોસાંઝને ગુજરાતીમાં પૂછ્યો સવાલ
જામનગર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડીંગના ત્રીજા દિવસે જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિઓ ફિલ્મ કલાકારો તથા વિદેશી મહેમાનોનો મોટો કાફલો જોવા મળ્યો હતો. સેરેમની દરમ્યાન ફિલ્મ કલાકારોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. Jamnagar, Gujarat: Gautam Adani, along with his wife, arrives at Jamnagar airport for Anant Ambani-Radhika Merchant’s pre-wedding bash.
જ્યારે ગુજરાતની શાન ગણાતા દાંડીયારાસમાં મોટા ભાગના લોકોએ ભાગ લીધો હતો. જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપરાંત ફિલ્મ કલાકારો સંજય દત્ત, રજની કાંત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બોલિવુડના સિંગર અરિજિતસિંંઘ અને ગુજરાતના રાજકીય આગેવાન શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. બંનેનો પ્રિ-વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, રમત-જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ હાજર રહેવા જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન મેટાના સીઈઓ અને તેમના પત્નીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈ ચોંકી જાય છે.
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચાન જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી છે. તેઓ ગઈકાલે ટ્રેડિશનલ લુકમાં પણ જોવા મળ્યા હતા, ત્યારે હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને દંગ રહી જાય છે. આ ઘડિયાળની અંદાજિત કિંમત ૧૪ કરોડની આસપાસ માનવામાં આવે છે.
વીડિયોમાં ઝુકરબર્ગના પત્ની પ્રિસિલાને અનંત અંબાણીના હાથમાં પહેરેલી લક્ઝુરિયસ ઘડિયાળને આશ્ચર્ય રીતે જોતા જોઈ શકાય છે અને ત્યારાબાદ ચાન આ ઘડિયાળ વિશે અનંત અંબાણી સાથે ચર્ચા કરે છે. માહિતી અનુસાર આ લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડોમાં હોય છે. અગાઉ ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીના બીજા દિવસે જંગલ-થીમ આધારિત પોશાકમાં જોવા મળ્યા હતા.
શનિવારે રાત્રે આ ફંક્શનમાં દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણી પણ હાજરી આપવા પહોંચ્યા. આ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે બોલીવુડથી લઈ સ્પોર્ટસ અને બિઝનેસ જગતના ઘણા દિગ્ગજો પહોંચ્યા છે. સંજય દત્ત પણ આખરે ૩ માર્ચે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગયો છે.
અભિનેતા જામનગર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સંજય બોડીગાર્ડથી ઘેરાયેલો જોવા મળે છે. આ દરમિયાન અભિનેતા ગુલાબી શર્ટ અને ડાર્ક બ્લોન કાર્ગો પેન્ટમાં જોવા મળે છે. સનગ્લાસ પહેરીને સંજય એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. વીડિયોમાં સંજય દત્ત ફેન્સ અને પાપારાઝીને હાય કહેતો પણ જોવા મળી રહ્યો છે.
સંજય દત્ત સિવાય પણ ઘણા એવા સેલેબ્સ છે જે છેલ્લા દિવસે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. સદીના મેગાસ્ટાર અમિતાબ બચ્ચનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. બિગ બી તેમના પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા સહિત તેમનો આખો પરિવાર તેમની સાથે જોવા મળ્યો હતો.
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના સમારોહમાં શાહરૂખ ખાને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. શાહરૂખ બીજા દિવસે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની હોસ્ટ કરી રહ્યો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે ઈવેન્ટમાં હાજર લોકો સાથે વાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખે મહેમાનોનું ‘જય શ્રી રામ’ કહીને સ્વાગત કર્યું હતું.આ પછી શાહરૂખે અંબાણી પરિવારની મહિલાઓને દેવી ગણાવી હતી. સ્ટેજ પર પરફોર્મપણ કર્યું હતું.
વીડિયોમાં શાહરૂખ ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તે સ્ટેજ પર ચાલીને આવે છે અને કહે છે, “પઅને આ બહુ સરસ રીત છે, ‘જય શ્રી રામ’. ભગવાન બધાનું ભલું કરે. તમે નૃત્ય પ્રસ્તુતિઓ જોઈ. ભાઈઓએ નૃત્ય કર્યું, બહેનોએ કર્યુંપ પરંતુ પ્રાર્થના અને આશીર્વાદ વિના સમારોહ આગળ વધી શકતો નથી.
હોસ્ટિંગ સિવાય શાહરૂખ ખાને આમિર ખાન અને સલમાન ખાન સાથે ‘ઇઇઇ’ ના ગીત ‘નટુ નટુ’ પર પરફોર્મ કર્યું હતું. આ ઓસ્કાર વિજેતા ગીતને રિક્રિએટ કરવા માટે બોલિવૂડના ત્રણેય ખાન સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. શાહરૂખ, સલમાન અને આમિર ‘ઇઇઇ’ ગીતના હૂક સ્ટેપ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ સિવાય પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે પણ પરફોર્મ કર્યું હતું. શાહરૂખ ખાનની સાથે સુહાના ખાન, અનન્યા પાંડે, નવ્યા નવેલી નંદા અને શનાયા કપૂર પણ તેના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.
આ મ્યુઝિક નાઈટ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો એક ભાગ હતો. શાહરૂખ, સલમાન અને આમિર ઉપરાંત સિદ્ધાર્થ મલ્હાત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં સેલેબ્સે ભાગ લીધો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનો પહેલો દિવસ પોપ સ્ટાર રિહાન્નાના નામે હતો. જ્યારે બીજો દિવસ દિલજીત દોસાંઝના નામે હતો. દિલજીતે પ્રી-વેડિંગ ફંક્શનમાં આવેલા મહેમાનોના દિલ તો જીત્યા જ, પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના દિલ પણ જીતી લીધા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં દિલજીત અને નીતા અંબાણી વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં નીતા દિલજીતને ગુજરાતીમાં સવાલ પૂછતી જોઈ શકાય છે. તે આનો જવાબ પણ આપે છે.
જોકે, દિલજીત દોસાંઝ નીતા અંબાણીના બીજા સવાલ પર અટકી જાય છે. ત્યારપછી નીતા અંબાણીની આસપાસ ઉભેલી મહિલાઓએ તેનું ભાષાંતર કર્યું, જેનો દિલજીત એવો જવાબ આપે છે કે નીતા સહિત તમામ મહિલાઓ જોરથી હસી પડે છે. આ ઘટના ત્યારે બની જ્યારે દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો અને નીતા સામે ઊભી રહીને તેના પરફોર્મન્સની મજા માણી રહી હતી.
આ અંગે દિલજીત દોસાંઝ કહે છે, “હું લોકોના દિલમાં રહું છું.” આ સાંભળીને નીતા અંબાણી સહિત આસપાસ હાજર તમામ મહિલાઓ હસવા લાગે છે અને ચીયર કરવા લાગે છે. નીતાની ગુજરાતી સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે.