Western Times News

Gujarati News

CAA કાયદો ક્યારેય પાછો નહીં લેવાય: ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી, સીએએ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો દેશમાં લાગુ થઈ ગયો છે. આ અંગે ચાલી રહેલા રાજકારણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, સીએએ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

અમિત શાહે ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સીએએ કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય બાંધછોડ કરીશું નહીં.’

અગાઉ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે, નાગરિકતા (સુધારા) કાયદામાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. સીએએ દ્વારા ભાજપ નવી વોટ બેંક બનાવી રહી છે તેવા વિપક્ષના આક્ષેપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘વિપક્ષ પાસે બીજુ કોઈ કામ નથી. તેમનો ઈતિહાસ એ છે કે, તેઓ જે કહે છે તે કરતા નથી.

વડાપ્રધાન મોદીનો ઇતિહાસ છે કે, જે ભાજપે કહ્યુ છે અને નરેન્દ્ર મોદીએ જે કહ્યુ છે તે પથ્થરની લકીર છે. પીએમ મોદી દરેક ગેરંટી પૂરી કરે છે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? તેમણે એમ પણ કહ્યું કે, કલમ ૩૭૦ હટાવવાની બાબત પણ અમારા રાજકીય ફાયદા માટે હતી.

અમે ૧૯૫૦થી કહી રહ્યા છીએ કે, અમે કલમ ૩૭૦ હટાવીશું. સીએએ નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની ટિપ્પણી પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે ભાજપની ત્યાં (પશ્ચિમ બંગાળ) સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરાશે.

જો તમે આ પ્રકારની રાજનીતિ કરશો અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના આવા મહત્વપૂર્ણ મુદ્દા પર ઘૂસણખોરી કરશો અને શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરશો તો જનતા તમારી સાથે રહેશે નહીં. મમતા બેનર્જી આશ્રય લેનાર વ્યક્તિ અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.