ડો.સંજય પટોળીયા અને ડો. શૈલેષ આનંદના લાઈસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત મેડીકલ કાઉન્સીલથી તાજેતરમાં મળેલી બેઠકમાં ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ કાડ સાથે સંકળામણ ડો.સંજય મુળજીભાઈ પટોળીયાનું એમબીબીએસ અને એમએસ-સર્જરીનં લાઈસન્સ ત્રણ વર્ષ માટે અઅને ડો.શૈલેષકુમાર અમૃતલાલ આનંદનું એમબીબીએસ અને ડીસીએમનું લાઈસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ બંનેને તેમના લાઈસન્સ ગુજરાત મેડીકલ કાઉન્સીલના સરન્ડર કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારના એડી.ડાયરેકટર મેડીકલ સર્વીસીસના ખ્યાતી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ વિરૂધ્ધની ફરીયાદના અનુસંધાનમાં થયેલા કાર્યવાહીનો પત્ર અને પીએમજેએવાય ના ડેપ્યુટી ડાયરેકટર ડો.યુ.બી. ગાગંધીની અધ્યક્ષતામાં સ્થપાયેલી ૭ સભ્યોની કમીટીનો રીપોર્ટ
અને કમીટી દ્વારા રૂબરૂ સુનાવણી તેમજ જાહેર આરોરગ્યની દ્રષ્ટિએ કેસની ગંભીરતાને જોતા કાઉન્સીલ દ્વારા ગુજરાત મેડીકલ કાઉન્સીલલ એકટ, ૧૯૬૭ સેકશન રર (૧) બી આઈ હેઠળની જોગવાઈ અંતર્ગત આ બંને ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.