સગા બાપે દિકરાનું માથું તિજોરી સાથે અથડાવી મોતને ઘાટ ઉતાર્યો

પ્રતિકાત્મક
ગાંધીનગરમાં પ વર્ષના દિકરા-પત્નિની હત્યા બાદ પતિએ હાથની નસો કાપી
ગાંધીનગર, ઘરના મોભીએ જ પરિવારની હત્યા કરી હોવાનો કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે. ન્યુ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં દિકરા-પત્નીની હત્યા બાદ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ગોઝારી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરેશભાઈ કનુભાઈ વાઘેલા (ઉ.વ.આશરે ૪ર વર્ષ) સેકટર-૧૧ ખાતે એક સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમના પત્ની આશાબેન રસોઈ કામ થકી આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દિકરો ચૌધરી સ્કૂલમાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળે સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લો દોઢ વર્ષથી શ્રીરંગ નેનોસિટી ૧ સરગાસણ ખાતે રહેતો હતો. પરિવારને પડોશીઓ સાથે પણ સારા સંબંધો હતા.
પડોશીને કોઈ કામ હોવાથી તમણે હરેશભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ઘર અંદરથી બંધ હતું પણ કોઈ જવાબ મળ્યો ન હતો જેથી જોરથી ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો.
ઘરનો દરવાજો ખુલતા જ અંદરનું હૃદય કાળજું કંપાવી દેતું હતું. હરેશભાઈના હાથમાંથી લોહી નીતરી રહ્યું હતું અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. તેમના પત્ની આશાબેનજન શરીરમાં જીવ રહ્યો ન હતો અને તેમની બાજુમાં જ પાંચ વર્ષનો ઘાયલ અવસ્થાનમાં હતો. પાંચ વર્ષના બાળકના માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું અને તે પણ જીવિત રહ્યો ન હતો. ઘટના અંગે જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આશાબેનની હત્યા કરવામાં આવી હતી. માસૂમ દિકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અ.ળાવી તેને મારી નાંખવામાં આવ્યો હતો જેના કારણે તિજોરી પણ લોહીના ડાઘા હતા. પત્ની અને દિકરાની હત્યા બાદ હરેશભાઈએ તિક્ષ્ણ હથિયારથી હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આર્થિક તંગી અને શેરબજારમાં દેવું થઈ જવાથી હરેશભાઈએ આ પગલુ ભર્યું હોવાનો ઉલ્લેખ છે. હરેશભાઈને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.