Western Times News

Gujarati News

ર્નિમલા સીતારમણે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે.

આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર ૬થી ૬.૮ ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. સૌથી પહેલા બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી હતી અને ત્યારબાદ નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ હતું મોદી સરકારના બીજા કાર્યકાળનું આ લોકસભા ચૂંટણીઓ પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ છે.

સંસદમાં બજેટ રજુ કરતા પહેલા સંસદ ભવનમાં કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં બજેટને ઔપચારિક મંજૂરી મળી ગઈ છે ત્યાર બાદ નાણામંત્રી પોતાની ટીમ સાથે સંસદ ભવન પહોંચ્યા હતાં બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી ર્નિમલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. તેમની સાથે નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડ, એમઓએસ પંકજ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા.

નાણામંત્રી ત્યારબાદ નાણા મંત્રાલયથી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. અહીં તેમણે બજેટની કોપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપી હતી રાષ્ટ્રપતિ ભવન જઈને બજેટ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ર્નિમલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતાં.

સંસદ ભવનમાં પ્રવેશ કરનારી સીડી પર સવારે ૧૦ વાગે ફોટો શૂટ કરવામાં આવ્યો હતો જ્યારે નાણામંત્રી બજેટ બ્રિફ કેસ સાથે સંસદ ભવનમાં પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ બજેટ પહેલા નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતાં.

નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે પીએમ વિશ્વ કૌશલ વિકાસ યોજના લાવવામાં આવશે. તો આ માટે સહાય પેકેજ પણ ફાળવવામાં આવશે. તો વધુમાં કહ્યું કે, બજેટમાં અમારી ૭ પ્રાથમિકતાઓ રહેશે.આ સપ્તઋષિ ની જેમ હશે, જેમાં પ્રથમ પ્રાથમિકતા સૌ નો સાથ સૌનો વિકાસ.આ સાથે બજેટ સ્પીચમાં ર્નિમલા સીતારમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર ૧૦ મા નંબરેથી ૫મા નંબરે પહોંચ્યુ.

૧૧.૭ કોરોડ લોકો માટે શૌચાલય બનાવવામાં આવ્યુ.તો ઉજ્જવલ યોજના અંતર્ગત ૯.૬ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા. તો સાથે યુપીઆઇ ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી હોવાનુ પણ તેમણે જણાવ્યુ. મહિલા સશક્તિકરણ કરી રહ્યા છીએ.

ર્નિમલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે, ભારતની સિદ્ધિઓને વિશ્વા વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. ૮૦ કરોડ લોકોને ૨૮ મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ તો વધુમાં કહ્યું કે,આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.

નાણામંત્રીએ કહ્યું કે સરકારે ૨૨૦ કરોડ કોવિડ વેક્સીનના ડોઝ લગાવ્યા છે અને ૪૪.૬ કરોડ લોકોને પીએમ સુરક્ષા અને પીએમ જીવન જ્યોતિ યોજનાનો લાભ મળ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ મારફતે કરોડો ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે.

સરકાર જન ભાગીદારી અંતર્ગત સબકા સાથ, સબકા વિકાસ મારફતે આગળ વધી છે. ૨૮ મહિનામાં ૮૦ કરોડ લોકોને ફ્રી અનાજ આપવામાં આવ્યું છે તે નાની વાત નથી.

નાણામંત્રીએ કહ્યું કે પાછલા વર્ષોમાં ભારતના લોકોની પ્રતિ વ્યક્તિ આવક બેગણી થઈ ગઈ છે. પ્રતિ વ્યક્તિ આવક ૧.૯૭ લાખ રૂપિયા વાર્ષિક થઈ ગઈ છે. ભારતીય અર્થવ્યવસ્થા પહેલાના મુકાબલે વધારે સંગઠિત થઈ ગઈ છે. તેની અસર લોકોના રહેણ-સહેણ પર દેખાઈ રહી છે. હાલના નાણાકીય વર્ષમાં જીડીપી દર ૭ ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે. સરકારનો ખાસ ભાર છે કે રોજગારની તકો વધારવામાં આવે.

નાંણામંત્રીએ દેશની આઝાદીના અમૃતકાળનું આ પહેલું બજેટ ગણાવતા કહ્યું કે, અમે દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસકરીને યુવાનો અને તમામ વર્ગના લોકો સુધી આર્થિક મજબૂતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દુનિયામાં સુસ્તી છતા આપણા હાલના ગ્રોથનું અનુમાન ૭ ટકાની આસપાસ બરકરાર છે અને ચેલેન્જિગ સમયમાં ભારત ઝડપથી વિકાસ તરફ વધી રહ્યો છે.

નાણામંત્રીએ કહ્યું, અમે કોરોનાકાળમાં એ સુનિશ્ચિત કર્યું કે કોઈ પણ ભૂખ્યું ન ઉંઘે. સરકારે ૨ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને દરેક વ્યક્તિને ખાદ્યાન સુનિશ્ચિત કર્યું. ૨૮ મહિના સુધી ૮૦ કરોડ લોકોને ફ્રી રાશનની વ્યવસ્થા કરવામાં આવી. ર્નિમલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે. દુનિયામાં ભારતનું કદ વધ્યું છે.

ભારતીય અર્થવ્યવસ્થા સાચી દિશામાં ચાલી રહી છે અને સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર છે.તેમણે કહ્યું કે આ અમૃતકાળનું પહેલું બજેટ છે. -એક સમયે ભારતનું બજેટ સવારને બદલે સાંજે પાંચ વાગ્યે રજૂ થતું હતું. કેમ કે ભારત કરતાં અંગ્રેજાેનો સમય સાડા પાંચ કલાક મોડો હતો.

૧૯૯૯-૨૦૦૦માં તત્કાલીન નાણા મંત્રી યશવંત સિંહાએ એ વર્ષો જુની પ્રથા ફગાવી દઈ બજેટની રજુઆત સવારે ૧૧ વાગે કરવાની પરંપરા શરુ કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.