અમરેલી ખાતે નિર્મિત થનાર અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમરેલી ખાતે નિર્મિત થનાર અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ અભૂતપૂર્વ પ્રગતિની રૂપરેખા આપી હતી તેમજ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં ખોડલધામ ટ્રસ્ટની ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ઉક્તિને સાર્થક કરતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.