હાંસલપુરમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલનું ભૂમિપૂજન યોજાયું

ગુરૂવર્ય દેવકૃષ્ણ સ્વામીના હસ્તે શિલાન્યાસ વિધિ કરવામાં આવી
તલોદ, હિંમતનગરના હાંસલપુર ગામે શ્રીધર્મવલ્લ્ભદાસ સ્વામીની કાર્યશીલતા સહ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ હિંમતનગરનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ સમારંભ હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયુ હતું જેમાં મોટી સંખ્યામાં સંતો- મહંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રી વરણીસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે ગુરૂકુલ પરંપરાએ એક-એકથી ચડીયાતા અને અનેકાનેક શ્રેષ્ઠા નાયકો અને શ્રેષ્ઠ નાગરિકોનું સર્જન કર્યું છે. જેઓએ સમાજના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યુ છે
તેથી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ૧૯૪૮માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સ્થાપના કરી હતી પરિણામ સ્વરૂપ આપે વિશ્વભરમાં ૬૦ શાખાઓ દ્વારા શૈક્ષણિક, સામાજીક અને આધ્યાÂત્મક પ્રવૃત્તિઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને લાખો આદૃશ હરિભકતોને વિશ્વની અનુપમ ભેટ મળી છે.
હિંમતનગરના હાંસલપુર ખાતે મહામંત્ર સંઘર્કિતન તથા શિલાપૂજન કરવામાં આવ્યું હતું પૂ.પૂ. ગુરૂવર્ય દેવકૃષ્ણ સ્વામીના હસ્તે શિલાન્યાસ વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી એક વર્ષમાં આ ગુરુકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વરસાદનો દુષ્કાળતો એક વર્ષ નડશે, પણ સંસ્કારનો દુષ્કાળ આપણી પેઢીઓનો નાશ કરી નાખશે. દરેક પરિવારોએ પોતાના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. ગુરુકુલમાં ભણનાર બાળક સમૂહ જીવન જીવતા શીખશે. મોબાઈલથી દૂર રહેશે અને સંસ્કાર યુકત વિદ્યા મેળવશે. આ પ્રસંગે રાજકોટથી મુની સ્વામી, સ્વયંપ્રકાશ સ્વામી, જૂનાગઢથી પ્રિતમ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.