Western Times News

Gujarati News

AMC દ્વારા શહેરના આંતરિક માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું

અમ્યુકોના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ માર્ગોનું ધોવાણ થયું હતું તેમજ ખાડા પડવા જેવી ઘટનાઓ બની હતી, જે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનની વાત કરીએ તો, બાપુનગર વોર્ડમાં બાપુનગર ક્રોસ રોડ, ખોડિયાર નગર ક્રોસ રોડ, ઠક્કર નગર વોર્ડમાં નારોલ- નરોડા રોડ, રાજીવ પાર્ક  કેનાલ રોડ, શુકન ચોકડી, સરસપુર વોર્ડમાં ગોદાની સર્કલ, સરદાર નગરસર વોર્ડમાં નાના ચિલોડા બ્રિજ સર્વિસ રોડ, સોમેશ્વર મહાદેવ રોડ નરોડા વોર્ડમાં સ્મશાન જંક્શન, સુતરના કારખાના પાસે આવેલા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું છે.

જ્યારે પશ્ચિમ ઝોનની વાત કરીએ તો, આઈ.આઇ.એમ.સર્વિસ રોડ, નવરંગપુરા વોર્ડમાં ટેલિફોન એક્સચેન્જ રોડ, સોલારીસ રેસિડેન્સી, અંબિકા એપાર્ટમેન્ટ, ખોડીયાર જંકશન, ચંદ્રિકા ડેરી પાસે આવેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.