જસ્ટડાયલે ડિજિટલ સશક્તિકરણ દ્વારા અમદાવાદના વ્યવસાયો માટે સફળતાને વેગ આપ્યો
અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ ભારતના મહત્વના આર્થિક અને ઔદ્યોગિક હબ તરીકે ગર્વભેર સ્થાન ધરાવે છે. સાબરમતી નદીના કિનારે વસેલા આ વાઇબ્રન્ટ શહેરે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે અને પરંપરાગત તથા આધુનિક બંને પ્રકારના ઉદ્યોગો માટે ધબકતું કેન્દ્ર બન્યું છે.
ધમધમતા ટેક્સટાઇલ ઉદ્યોગના લીધે ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતું અમદાવાદ હવે શિક્ષણ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને રિન્યૂએબલ એનર્જી માટે ઊભરતું કેન્દ્ર છે. તેના ઐતિહાસિક મહત્વ તથા આધુનિક નવીનતાઓના અનોખા મિશ્રણે તેને કેવળ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતનું સાંસ્કૃતિક તથા વ્યવસાયિક કેન્દ્ર બનાવ્યું છે.
4.3 લાખથી વધુ ઉદ્યમ-રજિસ્ટર્ડ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) સાથે અમદાવાદ વિવિધ તકોના મોટા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે જે વિવિધ સેક્ટર્સમાં રોજગારી અને રોકાણના વિવિધ માર્ગો પૂરા પાડે છે. શહેરની વૃદ્ધિમાં એમએસએમઈ મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી જસ્ટડાયલ આ વ્યવસાયોને સંભવિત ગ્રાહકો સાથે જોડીને તથા તેમની પહોંચ વિસ્તારવા માટે જરૂરી ડિજિટલ ટૂલ્સ પૂરા પાડીને તેમને સશક્ત બનાવવામાં અગ્રેસર રહે છે.
જસ્ટડાયલ અમદાવાદમાં એમએસએમઈ માટે અનિવાર્ય પ્લેટફોર્મ સાબિત થયું છે. તેની વ્યાપક સેવાઓ દ્વારા વ્યવસાયો નવા ગ્રાહકો આકર્ષી શકે છે, ઇન્કવાયરીને અસરકારક રીતે મેનેજ કરી શકે છે અને ડિજિટલ ક્ષેત્રે તેમની વિઝિબિલિટી વધારી શકે છે. ટાર્ગેટેડ લીડ પૂરી પાડવાની પ્લેટફોર્મની ક્ષમતાએ અમદાવાદમાં અનેક વ્યવસાયોની નોંધપાત્ર વિકાસ ગાથામાં પ્રદાન આપ્યું છે.
પોતાનો અનુભવ વર્ણવતા મનમંદિર ગર્લ્સ હોસ્ટેલના માલિક જયેશ શાહે જણાવ્યું હતું કે જસ્ટડાયલમાં જોડાતા પહેલા મારી પાસે એક જ હોસ્ટેલ હતી. તેમની સાથે ભાગીદારી કર્યા પછી હવે મારી હોસ્ટેલ્સની સંખ્યા આઠ પર પહોંચી છે અને આ બધી જ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ થયેલી છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને આકર્ષવા અને તેમની ઇન્કવાયરી મેનેજ કરવી જસ્ટડાયલના લીધે સરળ બની ગઈ છે.
આ જ પ્રકારે આશિયાના રિયાલિટીઝના માલિક નૈનેશ શાહ તેમના રિયલ એસ્ટેટ વ્યવસાયની પ્રભાવશાળી વૃદ્ધિ માટે જસ્ટડાયલને શ્રેય આપે છે. ઓક્ટોબર 2023માં જસ્ટડાયલ સાથે જોડાયા ત્યારથી અમે દરરોજ 35થી 40 પ્રત્યક્ષ લીડ મેળવીએ છીએ જે દર મહિને 700થી 800 લીડ જેટલી થાય છે. અમારા બિઝનેસને નોંધપાત્ર વેગ મળ્યો છે અને હું અન્ય લોકોને જસ્ટડાયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ભારપૂર્વક ભલામણ કરું છું.
સમગ્ર અમદાવાદના વ્યવસાયો માટે જસ્ટડાયલનું પ્લેટફોર્મ કેવળ લીડ્સ કરતાં સવિશેષ પ્રદાન કરે છે. તે આગળ વધી રહેલા વ્યવસાયોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ વ્યાપક પેકેજીસ ઓફર કરે છે. વ્યવસાયો ભલે નાના કે મધ્યમ કદના હોય, તેમને જસ્ટડાયલ દ્વારા આપવામાં આવતા સુવ્યવસ્થિત સોલ્યુશન્સમાં નોંધપાત્ર મૂલ્ય જણાય છે જેનાથી તેઓ તેમના ગ્રાહક આધાર વિસ્તારવામાં આને લાંબા ગાળે સફળતા નિર્ધારિત કરવામાં સરળતા રહે છે.
સતીષ પ્રજાપતિ બિઝનેસના માલિકે જણાવ્યું હતું કે તેમનો વ્યવસાય છેલ્લા 14 વર્ષથી જસ્ટ ડાયલ પર છે અને તેનું પેકેજ રૂ. 80,000થી રૂ. 1,00,000 જેટલું છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોને જેન્યુઇન વેપારીઓ સાથે જોડે છે અને તેમની સાથેનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે.
મારા વ્યવસાયના રિવ્યૂથી મારા બિઝનેસમાં નાટ્યાત્મક રીતે વધારો થયો છે. જસ્ટડાયલના લીધે હું મારો વ્યવસાય પાલનપુર, મહેસાણા, રાજકોટ અને જામનગર સહિત સમગ્ર અમદાવાદમાં વિસ્તારી શક્યો છું.
આજના સ્પર્ધાત્મક બજારમાં વિવિધ ઉદ્યોગોના વ્યવસાયોને એક એવા પ્લેટફોર્મની જરૂર છે જેનાથી તેઓ તેમના વ્યાપક ગ્રાહકવર્ગ સુધી પહોંચી શકે અને સતત લીડ્સ મેળવી શકે. ડિજિટલ પ્લેટફોર્મ્સનો લાભ લઈને કંપનીઓ વધુ અસરકારક રીતે સંભવિત ગ્રાહકો સાથે જોડાઈ શકે છે, તેમની પહોંચ વધારી શકે છે અને ટકાઉ પ્રગતિ હાંસલ કરી શકે છે. રિયલ એસ્ટેટ હોય, હોસ્પિટાલિટી હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર હોય, યોગ્ય ટૂલ્સ અને ભાગીદારી સતત ઊભરતા માર્કેટપ્લેસમાં વિસ્તરવા અને ટકી રહેવામાં ઘણો ફરક લાવી શકે છે.