શાળામાં શિસ્તનું પાલન ના કરતા 8 પ્રાથમિક શિક્ષકોની બદલી કરાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આઠ પ્રાથમિક શિક્ષકોને શિસ્ત નુ પાલન ના કરતા જિલ્લા અધિકારીએ બદલી કરી દીધી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાની દવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નયનાબેન મકવાણા અને લતાબેન મેકવાન વચ્ચે કોઈ બાબતે થોડા દિવસ પહેલા ફરજ દરમિયાન પ્રાથમિક શાળામાં જ અંદરો અંદર ઝઘડો થયો હતો
બીજા એ કિસ્સામાં નડિયાદના સોડપુર ગામની પ્રાથમિક શાળામાં મોબાઈલ ફોન જમા કરાવવા બાબતે સોડપુર પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓની નજર સામે જ મુખ્ય શિક્ષક નરેન્દ્ર પટેલ અને શાળાના શિક્ષકો કિરીટ વાળંદ પ્રવીણ સોઢા રીન્કુલ પંડ્યા તેમજ ભુપેન્દ્ર સોઢા વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જે અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે બંને પક્ષ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી
આ ઉપરાંત કપડવંજ તાલુકા ની મીરાપુરા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ અમીન નું વાલી તથા વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ન હોવાની ફરિયાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને મળી હતી.
આના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરી ફરજ દરમ્યાન ભાન ભૂલેલ આ આઠ શિક્ષકોની શિક્ષાના ભાગરૂપે અન્યત્ર બદલીના ઓર્ડર કરી નાખવામાં આવ્યા છે જેમાં નડિયાદના દવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનયનાબેન મકવાણાની નવાપુરા થી ખેડા તાલુકાની છેત્રાલ પ્રાથમિક શાળામાં બદલી કરવાની સાથે શિક્ષિકા લતાબેન મેકવાન ની દવાપુરા થી માતર તાલુકા ની રઘવાણજ પ્રાથમિક શાળામાં બદલી કરી દેવામાં આવી છે
જ્યારે નડિયાદ માં સોડપુર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલની વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળા માં અને શિક્ષકો કિરીટભાઈ વાળંદ ની માતર તાલુકા ની અંબઈપુરા પ્રાથમિક શાળા માં પ્રવીણસિંહ સોઢાની માતર તાલુકાની લીંબાસી પ્રાથમિક શાળા માં રીન્કુલ પંડ્યા ની માતર તાલુકાની લીંબાસી કન્યાશાળા માં અને ભુપેન્દ્રસિંહ સોઢા ની મહુધા તાલુકાની નાની ખડોલ પ્રાથમિક શાળામાં બદલી કરી દેવામાં આવી છે
સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે ગેરવર્તનની ઉઠેલ ફરિયાદના પગલે કપડવંજના મીરાપૂરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ અમીનની પણ શિક્ષાના ભાગરૂપ ગળતેશ્વર તાલુકાની ડભાલી પ્રાથમિક શાળામાં બદલી કરી નાખવામાં આવી છે દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ફરજ દરમિયાન ભાન ભૂલેલ ૮ જેટલા શિક્ષકોની એક સાથે શિક્ષાના ભાગરૂપ બદલી કરી નાખવામાં આવતા જિલ્લામાં આવું વર્તન કરનાર શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.