Western Times News

Gujarati News

અમદાવાદમાં ઈ-વ્હીકલ વધ્યા પણ કાંકરીયા EV સ્ટેશનનો કોઈ ઉપયોગ કરતું નથી

અમદાવાદ RTOમાં મોટી સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયાઃ લોકો EV તરફ વળ્યા-રોજ વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પ્રદૂષણ મુક્ત કરવા અનેક થઈ રહ્યા છે

અમદાવાદ,  પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે સાથે જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે અમદાવાદ શહેરની જીજે વનમાં ૪૪ લાખ આસપાસ વાહનો અત્યાર સુધીના રજિસ્ટર થયેલા છે. જાે કે રોજ વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારી રહ્યો છે.

ત્યારે સરકાર દ્વારા પણ પ્રદૂષણ મુક્ત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાતાવરણ શુદ્ધ રહે તે માટે હવે એ વ્હિકલને વેગ આપી રહ્યા છે સરકાર દ્વારા એ વ્હિકલ માટે પોલીસી પણ જાહેર કરવામાં આવી હતી. જેને એક વર્ષ થઇ ગયું છે. જાેકે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે જેના કારણે અમદાવાદ આરટીઓમાં વ્હિકલ રજીસ્ટ્રેશન વધી રહ્યું છે.

કાંકરીયા ખાતે AMC દ્વારા બનાવવામાં આવેલા ઈવી સ્ટેશનનો કોઈ ઉપયોગ કરતું નથી. લગભગ આખો દિવસ ખાલી રજ રહે છે.

અમદાવાદ આરટીઓ આર.એસ દેસાઈએ જણાવ્યું હતું કોરોના બાદ વાહન રજીસ્ટ્રેશનમાં ૪૦ ટકાનો વધારો થયો છે સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ આરટીઓમાં ૨૦૨૦-૨૧ માં ૭૮ હજાર વાહનો રજીસ્ટર થયા છે. ૨૦૨૧-૨૨ માં ૧.૨૩ લાખ રજીસ્ટર થયા હતા. ૨૦૨૨ માં એપ્રિલમાં ૧૩ હજાર રજીસ્ટર થયા છે.

તો દિવસે ને દિવસે વ્હિકલ રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હિકલની ખરીદીમાં પણ વધારો નોંધાયો છે. જેના કારણે ઇ્‌ર્ં માં પણ આ પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે.

ઇલેક્ટ્રિક વ્હીકલમાં લોકોનો રસ વધ્યો છે. અમદાવાદ આરટીઓમાં ૨૦૧૮માં ૨૩ વ્હિકલ રજીસ્ટર થયા હતા. ૨૦૧૯માં ૧૩૯ વ્હિકલ રજીસ્ટર થયા હતા. ૨૦૨૦માં ૪૪૪ વ્હિકલ રજીસ્ટર થયા હતા. ૨૦૨૧માં ૧૪૮૬ વ્હિકલ રજીસ્ટર થયા છે. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૨ એપ્રિલ સુધી ૪ મહિનામાં ૧૪૬૮ ઇ-વ્હિકલ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલ આંકડા જાેઈએ તો મેં ૨૦૨૧માં ૨૧૨ ઇ વ્હિકલની નોંધણી થઈ હતી. તો એપ્રિલ ૨૦૨૨ માં ૬૯૭૦ ઇ વ્હિકલની નોંધણી થઈ છે. જે ૨૦૨૧ ની સરખામણીએ ૩૩ ટકા વધુ સંખ્યા છે. ઇલેક્ટ્રિક વ્હિકલને વેગ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇ વ્હિકલ સાથે ચાર્જિંગ સ્ટેશન વધારાઈ રહ્યા છે.

જાે કે રાજ્યમાં અંદાજે ૨૫૦ ચાર્જિંગ સ્ટેશન છે તો બીજા સ્ટેશનની પ્રક્રિયા ચાલુ છે. ઇ-વ્હિકલ ચાલકોને વાહન ક્યાં ચાર્જ કરવા તે સમસ્યા સર્જાતી હતી તે દૂર થશે. અને જેમ સુવિધા વધશે તેમ લોકો પણ ઇ વ્હિકલ તરફ વળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.