Western Times News

Gujarati News

અલકાયદાએ આપેલ ધમકી બાદ રથયાત્રાની સુરક્ષા વધારાઈ

પ્રતિકાત્મક

અમદાવાદ,ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતુ નથી. ત્યારે હવે આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી આપતા પોલીસ હાઇએલર્ટ થઇ ગઇ છે.૧ જુલાઇના રોજ રથયાત્રામાં સુરક્ષાની સ્હેજ પણ કમી ન રહી જાય તે માટે પોલીસે ચાંપતી વ્યવસ્થા ગોઠવી છે.

આ અંગે ડીસીપી ક્રાઇમ બ્રાંચ ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ૧ હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે. આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રથમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે.

જાે કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે.આ ઉપરાંત રથયાત્રામાં હાથીઓ, અખાડા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવશે. તેમજ જે બોર્ડીવોર્ન કેમેરા છે તેમાં પણ ઇનબિલ્ટ જીપીએસ સિસ્ટમ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસને બોડી વોર્ન કેમેરા સાથે રથયાત્રામાં ઉતારવામાં આવશે સાથે જ સમગ્ર રૂટ પર સેન્ટ્રલ ફોર્સ પણ સાથે જ રહેશે.આ ઉપરાંત પોલીસ આ વખતે તર્કશ એપ્લિકેશનથી બાજ નજર રાખશે. આમ કુલ ૩ હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.