Western Times News

Gujarati News

ગાંધીનગરમાં તા. ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં તા. ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કેન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૨ યોજાશે. આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘોરણ- ૧ માં કુલ- ૧૨,૮૬૮ બાળકો પ્રવેશ મેળવશે.

જયારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં ૬૬૦ બાળકો ઘોરણ- ૧ માં પ્રવેશ મેળવશે. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના સુચારું આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અઘિકારીઓની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ રાજયકક્ષાએથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની વિશેષ માહિતી આપવા વંદે ટીવી ચેનલના માધ્યમથી બ્રિફિંગ બેઠક યોજાઇ હતી.

જેમાં જિલ્લાના અધિકારીઓ જાેડાયા હતા. કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાઘિકારી અર્ચનાબેન પ્રજાપતિએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય કક્ષાએ તા. ૨૩ થી ૨૫ જૂન- ૨૦૨૨ દરમ્યાન શાળા પ્રવેશોત્સવ યોજાશે.

આ પ્રવેશોત્વમાં ૫૭૪ શાળાઓ માટે જિલ્લામાં કુલ- ૫૬ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. મહાનુભાવોને કલસ્ટર અનુસાર રૂટની ફાળવણી કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવમાં આવનાર પદાઘિકારી અને અધિકારી એક કલસ્ટરની ત્રણ શાળાઓની સવારના ૮ થી ૧.૩૦ કલાક દરમ્યાન મુલાકાત લેશે.

શાળાની મુલાકાત દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો એસ.એમ.સી. સમિતિ સાથે પણ દરેક શાળામાં ખાસ બેઠક કરશે. તેમના સાથે ચર્ચા – ર્વિમશ કરશે. તા. ૨૪મી જૂનના રોજ બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધીઓ અને ભવિષ્યના આયોજન સાથે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. આ સીમક્ષા બેઠકમાં તે તાલુકાના રૂટમાં જનાર પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં ઘોરણ- ૧માં કુમાર- ૬,૫૭૪ અને કન્યા ૬,૨૯૪ મળી કુલ- ૧૨,૮૬૮ બાળકોની પ્રવેશવિઘિ સંપન્ન થશે. જેમાં દહેગામ તાલુકામાં કુમાર- ૧૮૪૧ અને કન્યા ૧૮૬૫ મળી કુલ- ૩,૭૦૬, ગાંધીનગર તાલુકામાં કુમાર- ૨૨૯૩ અને કન્યા ૨૦૭૫ મળી કુલ- ૪,૩૬૮, કલોલ તાલુકામાં કુમાર ૧૪૯૨ અને કન્યા ૧૪૩૨ મળી કુલ- ૨૯૨૭ અને માણસા તાલુકામાં કુમાર- ૯૪૫ અને કન્યા ૯૨૨ મળી કુલ- ૧૮૬૭ બાળકો ઘોરણ- ૧ માં પ્રવેશ મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.