Western Times News

Gujarati News

ગાભમારાની સામે રક્ષણાત્મક કવચ પૂરું પાડતું ઈમારા લોન્ચ થયું

ગાંધીનગર, ગાભમારાની ઈયળ ડાંગરના પાકને નુકસાન પહોંચાડે છે અને ઉપજમાં ૭૦ ટકા સુધી ઘટાડો કરે છે. સલ્ફર મિલ્સ લિમિટેડ તેનું નવું પેટન્ટ ધરાવતું ઈમારા લોન્ચ કર્યું છે, જે ગાભમારાની સામે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. ઈમારા એ જંતુનાશક અને પોષકતત્વોનું સંયોજન ધરાવતું ડબલ્યુ.ડી.જી. ટેકનોલોજી ધરાવતું વિશ્વનું સૌપ્રથમ સંયોજન છે, એમ એસએમએલના મેનેજિંગ ડિરેક્ટર બિમલ શાહે જણાવ્યું હતું.

૧૯૬૦માં સ્થપાયેલી અને મુંબઈમાં મુખ્યમથક ધરાવતી સલ્ફર મિલ્સ લિમિટેડ (એસએમએલ)એ આધુનિક પાક સંરક્ષણ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝર ઉત્પાદન અને વેચાણમાં ફોર્મ્યુલેશન ટેક્નોલોજી ક્ષેત્રે મોખરાની કંપની છે. ઈમારા એક વખતના ઉપયોગથી પાકની ગાભમારાની ઈયળ દૂર થવા ઉપરાંત તેને પોષણ મળવાના બેવડાં લાભ થતાં હોવાથી તે મજૂરીના ખર્ચમાં ઘટાડો કરે છે અને સાથે સાથે છોડના આરોગ્યમાં સુધારો થવાથી રોગપ્રતિકારકતામાં સુધારો થાય છે.

સલ્ફર મિલ્સ લિમિટેડના અત્યાધુનિક સંશોધન અને વિકાસ કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા ઈમારા વોટર ડિસ્પર્સિબલ ગ્રેન્યુલ (ડબલ્યુડીજી) ફોર્મ્યુલેશન પર આધારિત એક જ એપ્લિકેશનમાં જંતુનાશક ઝિંક ઓક્સાઇડ સલ્ફર)નું સંયોજન પૂરું પાડે છે. ડાંગરના પાકની ફેરરોપણીના ૧૫ થી ૨૦ દિવસ પછી. જે પાકનો અગત્યનો તબક્કો છે, તે દરમિયાન તેના છંટકાવની ભલામણ કરવામાં આવે છે,

જેને માટી અથવા ખાતરમાં એકર દીઠ ૪ કિ.ગ્રા./નું મિશ્રણ કરી છંટકાવ કરવાની ભલામણ છે.સમગ્ર ગુજરાતમાં ડાંગરના પાકને ઝિંક (ઝેડએન)ના સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપની સમસ્યા અનુભવાઈ રહી છે. જે વિસ્તારોમાં વધુ પડતાં યુરિયા અથવા ડીએપીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા વિસ્તારોમાં ઈમારા ઝીંકના ઓછાં પ્રમાણની ઉણપને દૂર કરે છે. ઈમારા જમીનની ફળદ્રુપતામાં ઝડપી વધારો પણ કરે છે, જે વધુ સારી ઉપજ અને સુધારેલા ઉત્પાદનની ખાતરી કરે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.