Western Times News

Gujarati News

ગોવા-રાજસ્થાનમાં નિયમોના ભંગ બદલ ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ

અમદાવાદ, ગુજરાત ડ્રાય સ્ટેટ છે માટે અહીંથી લોકો પોતાની હાર્ડ ડ્રિંકની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગોવા, ઉદયપુર, જયપુર, માઉન્ટ આબુ, દીવ જેવા સ્થળો પર જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અહીં પહોંચેલા અમદાવાદના લોકોની સમસ્યા એ ઉભી થાય છે કે તેઓ ડ્રિંક કરીનને વાહન ચલાવે છે અને વાહન-વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરી બેસે છે. આવામાં ગુજરાતના અમદાવાદી વાહનચાલકો મોખરે છે.

મળતી વિગતો પ્રમાણે અમદાવાદના RTOએ ગોવા અને રાજસ્થાન જેવા પ્રવાસન સ્થળ પર ડ્રાઈવિંગના નિયમોનો ભંગ કરનારા ૩૦% વાહનચાલકોના ૨૦૨૧માં લાયસન્સ રદ્દ કર્યા હતા. જેઓ નશામાં નિયમો તોડીને વાહન ચલાવતા પકડાયા હતા. એકવાર વાહનચાલક પકડાય પછી તેના લાયસન્સ નંબર સહિતની વિગતો અમદાવાદ RTOને મોકલવામાં આવતી હોય છે.

પહેલીવાર  RTO દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે તે વ્યક્તિના લાયસન્સ નંબર, વાહન નંબર, નિયમોનો ભંગ કરનાર વ્યક્તિની તસવીર પહેલીવાર જાહેર કરવામમાં આવ્યા છે. જેમનના લાયસન્સ ગુજરાતમાંથી નીકળ્યા છે તેવા વાહનચાલકો વાહનો ચલાવવાના નિયમનો ભંગ કરનારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિયમોનો ભંગ કર્યા છે.

આ મામલે છઇ્‌ર્ંએ જણાવ્યું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાયસન્સમાંથી ૨૦%થી ૩૦% એવા છે કે જેમણે રાજ્યની બહાર વાહનની ગતિ મર્યાદા અને નશામાં વાહન ચલાવીને નિયમો તોડ્યા છે.”

પ્રાદેશિક પરિવહન અધિકારી આરએસ દેસાઈ જણાવે છે કે, “નિયમોનો ભંગ કરનારા વાહનચાલકનું લાયસન્સ ૬ મહિના સુધી સસ્પેન્ડ કરીએ છીએ. મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૨૦માં ૩૫૩ અને ૨૦૨૧માં ૩૨૦ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા.

અધિકારી જણાવે છે કે, ૨૦૨૧માં કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાંથી ૧૦૦ (૩૧.૨૧%) વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનારા અમદાવાદના હતા જેમણે ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ગોવા અને રાજસ્થાનમાં ટ્રાફિકના નિયમો તોડ્યા હતા. ચાલુ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરી અને માર્ચમાં ૨૦, એપ્રિલમાં ૧૯, મેમાં ૧૮ અને જૂનમાં અત્યાર સુધીમાં ૧૭ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.