Western Times News

Gujarati News

જામનગર શહેરમાં વીજકંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું

જામનગર,જામનગર પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં ગઈકાલે ૩૮ લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડ્યા બાદ આજે શહેરના બેડી, નવાગામ ઘેડ, ભીમવાસ, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. વીજકંપનીની ૩૫ ટુકડીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું પીજીવીસીએલ દ્વારા ગઇકાલથી ફરી વીજ ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.

વીજચોરીના નાથવા પીજીવીસીએલ દ્વારા કમર કસવામાં આવી છે. થોડા દિવસના વિરામ બાદ ગઇકાલથી ફરી પીજીવીસીએલ દ્વારા વીજચોરો પર તવાઇ બોલાવી છે. ગઇકાલે ૩૮ લાખથી વધુની વીજચોરી ઝડપ્યા બાદ આજે પટેલ કોલોની સબ ડિવિઝન, સેન્ટ્રલ ઝોન અને દરબારગઢ સબ ડિવિઝન હેઠળના બેડી, નવાગામઘેડ, ભીમવાસ, મેઘવારવાસ, રામવાડી, ગુલાબનગર, રવિપાર્ક સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ૩૫ ટુકડીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વીજચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૨૧ એસઆરપી જવાનો, ૧૩ સ્થાનિક પોલીસ તેમજ આઠ એક્સ આર્મીમેન સહિતની ટીમોને સાથે રાખવામાં આવી હતી. ગઈકાલે ૩૮ લાખની વીજ ગેરરીતિ ઝડપી હતી પીજીવીસીએલ દ્વારા ગઈકાલે જામનગર શહેરમાં કરાયેલા વીજચેકિંગ દરમિયાન કુલ ૩૮ લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. ત્યારબાદ આજે સતત બીજા દિવસે પણ લાખો રૂપિયાની વીજ ગેરરીતિ ઝડપાવાની શક્યતા છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.