Western Times News

Gujarati News

ટેટ-૧ અને ટેટ-૨ના ઉમેદવારો માટે મોટા સમાચાર: ૩૩૦૦ ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી મળશે ઑર્ડર

ગાંધીનગર, જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની ૨૦૧૯ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. લાંબા સમયથી રાહ જાેઇ રહેલા ટેટ-૧ અને ટેટ-૨ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે.

૩૩૦૦ ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-૧ અંતર્ગત ૧,૩૦૦ શિક્ષકોની ધો.૧થી ૫માં ફાળવણી કરવામાં આવી છે.જ્યારે ટેટ-૨ અંતર્ગત ૨ હજાર શિક્ષકોની ધો.૬થી ૮માં ફાળવણી થઈ છે.

સૌથી વધુ કચ્છમાં ૨૨૬ શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં ૬ શિક્ષકોની થઈ છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.

૨૦૧૯માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિદ્યાસહાયકની ૧૯ હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી ૩૩૦૦ જગ્યા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.