Western Times News

Gujarati News

થલતેજ વોર્ડમાં ૬પ હજાર ચો.મી. જમીન પર બે લાખ વૃક્ષ લગાવવામાં આવશે

પ્રતિકાત્મક

કોરોનાના વધતા જતા કેસને નિયંત્રણમાં લેવા હેલ્થ વિભાગને તાકિદ કરવામાં આવીઃ હિતેશ બારોટ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગ્રીન કવચ વધારવા માટે મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. અગાઉ ત્રણ વર્ષ ૧૦ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા હતા જયારે ચાલુ વર્ષે ર૧ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવશે થલતેજ વોર્ડમાં એક સાથે દોઢ લાખ રોપા લગાવવા આયોજન કરવામાં આવ્યું છે

જયારે ઈજનેર વિભાગને ચોમાસાલક્ષી કામગીરી વધુ સઘન કરવા તેમજ કોરોનાને તાકિદે નિયંત્રણમાં લેવા માટે સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. કમિટીમાં નવા ફલાય ઓવર પર પાણી ભરાવા અંગે પણ સભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ ૧પ લાખ વૃક્ષ લગાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધારો કરી ર૧ લાખ રોપા લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. થલતેજ વોર્ડમાં ટીપી ૩૦૧માં ર૭ હજાર ચો.મી.

અને ૩પ હજાર ચો.મી.ના બે અલગ અલગ પ્લોટમાં મીયાંવાંકી પધ્ધતિથી દોઢ લાખ રોપા લગાવવામાં આવશે. તદ્‌ઉપરાંત ઓઢવ ભિક્ષુક ગૃહ, વિવેકાનંદનગર ટેકરા, તેમજ તાગડ ખાતે પણ મીંયાવાંકી પધ્ધતિથી ગીચ વૃક્ષારોપણ થશે. ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન કોરોના મામલે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં થલતેજ, બોડકદેવ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જે પણ કોરોનાના કેસો નોંધાયા છે તેમાં વેકેશન દરમિયાન જે લોકો બહાર ફરીને પરત અમદાવાદ આવ્યા છે અને તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતાં કોરોનાના ટેસ્ટ કરાવ્યા છે તેઓ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આજે કોરોનાના ૧૧૪ જેટલા કેસો નોંધાયા છે. જે પણ કોરોનાના કેસો નોંધાય છે તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી જાેવા મળી છે. કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યા છે. રોજના ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ આઇઆઇએમમાં કોરોનાના કેસોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

૧૩૩ જેટલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવતા ત્રણ લોકો પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં પણ કોરોના ના કેસો વધ્યા તે જેના પગલે લોકોને સાવચેત રહેવા માટે અને કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. લોકોએ ફરી એકવાર માર્ક કરવાની ફરજ પડી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને માસ્ક પહેરવા પણ અપીલ પણ કરવામાં આવી છે.

ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર સ્ટ્રીટલાઈટોના થાંભલા ચાલુ હોય તે ચેક કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે પણ મોટા અને મુખ્ય રોડ છે ત્યાં દરેક થાંભલા ચાલુ હોય અને ત્યાં પણ વાયરો ખુલ્લા જાેવા ન મળે તે તેની તકેદારી રાખવા માટે લાઈટ વિભાગને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત રોડના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કે જે પણ વિસ્તારમાં રોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમાં જે પણ કેચપીટ અને મેનહોલ દબાઈ ગયા હોય તેને ઝડપથી ખોલી નાખવા સુચના આપવામાં આવી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ઝીરો અવર્સમાં સ્ટેન્ડિગ કમિટી સભ્યએ પૂર્વ અને ઉતર ઝોનમાં તૈયાર કરવામાં આવેલ ત્રણ ફલાય ઓવર પર વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદ કરી હતી. અત્રે નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ જ હાટકેશ્વર બ્રીજ પર ગાબડા પડી ગયા હતા જયારે એમ.જે. લાયબ્રેરી બ્રીજ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.