Western Times News

Gujarati News

દિલ્હી-NCRમાં વરસાદથી વાતાવરણ ખુશનુમાં બન્યું

Files Photo

ઉત્તર પશ્ચિમ દિલ્હી, પ. દિલ્હી, દિલ્હી-એનસીઆરના સોનેપત વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ

દિલ્હી, દિલ્હી એનસીઆરમાં બુધવાર મોડી રાતથી ગુરુવારની વહેલી સવાર સુધી ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોએ આકરી ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિઝનની શરૂઆત વચ્ચે ૧ જૂનથી જ દિલ્હીમાં વરસાદની રાહ જાેવાઈ રહી હતી. સામાન્ય રીતે, મહિનાના પ્રથમ ૧૩ દિવસમાં ૧૩.૮ મીમી જેટલો વરસાદ પડે છે.જાેકે, બુધવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆરમાં વરસાદે રાહતની સાથે આફત પણ લાવી છે.

દિલ્હીના કનોટ પ્લેસ, નોઈડા અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે ગુરુવારે સવારે દિલ્હીની ગતિ ધીમી થઈ ગઈ હતી અને ટ્રાફિક જામની સમસ્યા પણ જાેવા મળી હતી. મોટા શહેરોમાં વરસાદ આવતાની સાથે જ ટ્રાફિક સમસ્યા થઇ જતી હોય છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

ભારતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી એ માહિતી આપી હતી કે, ઉત્તર પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી (બવાના, મુંડકા), દિલ્હી-એનસીઆરના સોનેપત વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ અને તેજ પવન ફૂંકાશે. આઈએમડી અનુસાર, ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા રાખવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગે આગામી છ દિવસમાં વાવાઝોડા અથવા હળવા વરસાદની ચેતવણી સાથે ‘યલો એલર્ટ’ જારી કરી છે.

આઈએમડી અનુસાર, રાજધાનીમાં ઉનાળાની ઋતુમાં અત્યાર સુધીમાં ૨૬ દિવસ સુધી મહત્તમ ૪૨ ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ તાપમાન નોંધાયું છે, જે ૨૦૧૨ પછી સૌથી વધુ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.