Western Times News

Gujarati News

નૂપુર શર્માનું સમર્થન કરનારા ઉદયપુરના યુવકની ઘાતકી હત્યા

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. આ હત્યારાઓએ વાતાવરણ ખરાબ કરવા માટે હત્યાની ઘટનાનો વિડીયો અને ત્યારબાદ ભડકાઉ નિવેદનવાળો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હત્યાની આ ઘટના બાદ શહેરમાં તણાવની સ્થિતિ જાેતાં મુખ્યમંત્રી અશોક ગહલોતે શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી છે.

તેમણે આ વિડીયો વાયરલ નહીં કરવાની પણ અપીલ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરું છું.
યુવકની હત્યાની આ ઘટના ઉદયપુર શહેરમાં આવેલી માલદાસ સ્ટ્રીટની છે. અહીં ૨થી ૩ લોકોએ એક યુવકની હત્યા કરી છે.

જાણકારી મુજબ, મૃતક કન્હૈયાલાલના ૮ વર્ષના દીકરાએ તેઓના મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારબાદ પોલીસે કન્હૈયાલાલની ધરપકડ કરી હતી. તેમ છતાં કેટલાંક લોકો કન્હૈયાલાલને સતત ધમકી આપી રહ્યા હતા અને મંગળવારે તેના પર હુમલો કરીને હત્યા કરી હતી. યુવકની હત્યા બાદ વિડીયોમાં હત્યારાઓ દેશના વડાપ્રધાન મોદીને પણ ધમકી આપી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટના મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ કન્હૈયાલાલને મારી નાખવા માટેની ધમકીઓ મળી રહી હતી. સતત ધમકીઓ મળતા કન્હૈયાલાલ ડરી ગયો હતો. તેણે પોલીસ પાસે સુરક્ષા પૂરી પાડવા મદદ માગી હતી પણ પોલીસે ગંભીરતાથી તેની નોંધ લીધી નહોતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કન્હૈયાલાલની ધરપકડ પછી પણ હત્યા કરનારા આરોપીઓ તેને ડરાવતા અને મારી નાખવાની ધમકી આપતા હતા. ઉદયપુરની માલદાસ સ્ટ્રીટમાં ધોળા દિવસે હત્યા થતાં વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ ઘટના બાદ એક પછી એક તમામ વેપારીઓએ દુકાન બંધ કરી દીધી. તેમણે બજાર બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.