Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સાંસદ રાહુલ ગાંધીને કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે એંક્રોસ્મેન્ટ ડિરેક્ટરોરેટ દ્વારા પાયા વિહોણા અને ખોટી રીતે ઊભા કરેલા નેશનલ હેરાલ્ડ કેશ માં કોઈપણ પુરાવા કે હકીકતો ના આધાર વિના વ્યક્તિગત ઈ. ડી નો દ્વેષ અને કિન્નાખોરી માટે જે દૂર ઉપયોગ થઈ રહેલ છે.

જે ભારત જેવા લોકતંત્ર દેશ માટે દુઃખદ અને ચિંતા નો વિષય હોય તેમજ દિલ્હી સ્થિત ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ ના મુખ્ય મથક માં અનધિકૃત પ્રવેશ કરી કોંગ્રેસ ના ચુંટાયેલા લોકપ્રતિનિધિ , પદાધિકારીઓ, ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના મિત્રો સાથે જે વર્તન થયેલ છે.

એ અશોભનીય તથા આઘાતજનક અને ચિંતા પ્રેરિત હોઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન ધરણા યોજી દેશના રાષ્ટ્રપતિ ને સંબોધન કરતું આવેદનપત્ર વહીવટી તંત્રના માધ્યમથી સુપ્રત કરી કેન્દ્રની દ્વેષભાવ પૂર્ણ નીતિ-રીતિ નો સખ્ત વિરોધ દર્શાવવામાં આવેલ હતો,

ગોધરા ખાતે સરકીટ હાઉસ પાસે આવેલ બાબા આંબેડકર ની પ્રતિમા પાસે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીના નેતૃત્વમાં મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયેલ અને ત્યાર પછી રેલી સ્વરૂપે જિલ્લા વહીવટીતંત્ર ને આ પ્રશ્ને રજૂઆત કરતું આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવેલું હતું.

તેમાં સમગ્ર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ, તાલુકા-શહેર કોંગ્રેસ વિવિધ શેલ સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો, ફ્રંટલ ઓર્ગેનાઈઝેશનના અગ્રણીઓએ જાેડાઈ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં કેન્દ્ર અને ઈ.ડી નો ભારે વિરોધ દર્શાવેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.