Western Times News

Gujarati News

પોરબંદર, રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મેઘમહેર

Files Photo

જુનાગઢ, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી જ જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં આ વખતે સારુ વાવેતર થશે તેવી આશા બંધાઇ છે. ત્યારે આવો જાણીએ સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં આજે વરસાદ પડ્યો.

જૂનાગઢના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વરસાદી માહોલ જાેવા મળ્યો. ૩ ઇંચ વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. કૂવા રિચાર્જ થતા પાણીની આવક શરૂ થઇ હતી. ભારે વરસાદને કારણે કુવામાં પાણી આવતા ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્‌યા હતા.

જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. માણાવદર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર જાેવા મળી. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ વરસાદ વરસવાનો શરૂ થયો. ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા.

ગઢાળા,ખાખરીયા,સેવંત્રા ગામે સારો વરસાદ થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા. આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. ભાયાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ભીંજાઇ ગયા અને શેરીઓ અને બજાર પાણી પાણી થયા. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા.

પોરબંદર શહેર સહિત જિલ્લાના ઘેડ પંથક અને માધવપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં પવન સાથે મેઘરાજાનું આગમન થતા ખેડૂતો વાવણીની શરૂઆત કરશે. સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવેતરની તૈયારીઓ કરી લીધી.

પોરબંદરમાં શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડકની લહેર પ્રસરી હતી. સિઝનના પહેલા વરસાદથી લોકોમાં આનંદની લાગણી અને હાંશકારો અનુભવતા જાેવા મળ્યા.SS3KP-


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.