Western Times News

Gujarati News

બર્થ ડે પાર્ટી ઉજવવા યુવાનોએ બિલ્ડિંગનો ભંગાર ચોરી કર્યો

રાજકોટ,  મોંઘેરા કલબમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ૩ વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી બે ફોરવ્હિલ સહિત ૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ત્રણેય છાત્રો મિત્રો હોય જેથી બર્થ ડે પાર્ટી ઉજવણી કરવા માટે રૂપીયાની જરૂરીયાત હોવાથી બાંધકામ સાઇટો પરથી ભંગારની ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.

આરોપીઓનું નામ કૃષ્ણપાલસિંહ કરણસિંહ વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલાએ તાજેતરમાં જ ઘોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કોલેજમાં એડમિશન લઇને અભ્યાસ શરૂ કરે તે પહેલા જ ચોરીનાં ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. કૃષ્ણપાલસિંહ અને તેનાં બે સગીર મિત્રો બાંધકામ સાઇટ પરથી ભંગાર ચોરી કર્યો હોવાનો આરોપ છે. હાલ પોલીસે ત્રણેય મિત્રો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં કૃષ્ણપાલસિંહ વાઘેલા અને તેનાં સગીર મિત્રોએ નિવેદન આપ્યું હતું કે, રૈયા રોડ પર આવેલ તુલસી સુપર માર્કેટ સામે ચાલતી શ્રી હરી એમ્પાયર બાંધકામ સાઇટ પરથી લોખંડનાં ભંગારની ચોરી કરી હતી. ચોરી કરવા પાછળ કૃષ્ણપાલસિંહ વાઘેલાનાં સગીર મિત્રનો જન્મ દિવસ હોવાથી કાલાવડ રોડ પર આવેલા મોંઘેરા કલબમાં પાર્ટી મનાવવાનું નક્કી કર્યું હતું.

જેના માટે રૂપીયા ભેગા કરવા ચોરીને અંજામ આપ્યો હતો. ૧૫૦ કિલો ચોરી થયેલો ભંગાર, બે કાર સહિત પોલીસે ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા જ રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી સામાન ચોરી થયાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. પોલીસે અલગ અલગ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ તપાસ કરતા કારમાં ચોરી કરી જતા શખ્સો જાેવા મળ્યા હતા.

આરોપીઓની પોલીસ પુછપરછ કરતા કૃષ્ણપાલસિંહ કરણસિંહ વાઘેલાએ કબુલ્યું હતું કે, આઇ ૨૦ અને સ્કોર્પિયો કાર ભાડે કરી હતી અને ચોરી કરવા ગયા હતા. ૪૫૦૦ રૂપિયામાં કાર ભાડે કરી ચોરીને અંજામ આપી જે રૂપીયા મળે તેમાંથી બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવાનું કાવતરૂ રચ્યું હતું. જેના માટે અગાઉથી જ આરોપીઓએ રેકી પણ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ તમામ આરોપીઓને પોલીસે જામીન મુક્ત કર્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.