Western Times News

Gujarati News

ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ વાહનો અને દુકાનોને નુકશાન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરનો ૨૨ વર્ષ પહેલાં બનલો સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ નંદેલાવનો આજે એક તરફનો ભાગ ધડાકાભેર તૂટી ધરાશય થયો હતો.જાે કે સદ્દનશીબે બ્રિજ નીચે કોઈ નહિ હોવાથી મોટી હોનારત ટળી ગઈ હતી.

ભરૂચમાં GNFC રેલવે ફાટક ઉપર દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ઓવબ્રિજ બન્યો હતો.જેને લઈ રેલવે ફાટક બંધ થતાં પશ્ચિમ અને પૂર્વ ભરૂચમાં જવા આવવા ભારે સુગમતા થઈ ગઈ હતી અને વાહનો ની વધુ અવરજવર વધી જતાં ભારણ વધી ગયું હતું.

આશરે ૨૨ વર્ષ પહેલાં બનેલો નંદેલાવ ROB છેલ્લા કેટલાક સમયથી જાેખમી અને જજરીત બન્યો હતો.ઓવરબ્રિજની ઉપરની રોડ સરફેસ ઉપર સળિયા પણ બહાર નીકળી જવા છતાં જેની સાર સંભાળની જવાબદારી માર્ગ અને મકાનની હતી તેના દ્વારા સમારકામ હાથ ન ધરાતા બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ બની રહી હતી.

બ્રિજના પાયા પણ હલી જવાની હાલત સાથે એક તરફથી ઝુકવા લાગ્યા હતા.જેને ટકો આપી થોડા વર્ષો પહેલા મજબૂતી અપાઈ હતી.જે બાદ ટ્રાફિકનું ભારણ દહેજ તરફ અને સિટીમાં વાહનોની સંખ્યા વધતા જુના નંદેલાવ બ્રિજની બાજુમાં નવો ૨ લેન બ્રિજ બનવવામાં આવ્યો હતો.

મંગળવારે બપોરના સુમારે જુના નંદેલાવ ઓવરબ્રિજનો ભરૂચ તરફનો નીચેનો સ્લેબ ધડામ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.નિંદ્રાધિણ રહેલું તંત્ર,આગેવાનો અને પદાધિકારી પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો નથી તેની પૂછપરછ અને જાત તપાસમાં લાગી ગયા હતા. ભરૂચ તરફનો નીચેના ભાગનો બ્રિજનો સ્લેબ પડતા નીચે રહેલા વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હતો.

તો ઘટનાની જાણ થતા ભરૂચ જીલ્લા પોલીસવડા SDM  ડો.લીના પાટીલ, મામલતદાર સહિત અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી,ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. વાહનચાલકો અને લોકોની ભારે ભીડનો બ્રિજ નજીક નીચે જમાવડો થઈ ગયો હતો.સલામતીના કારણોસર જૂનો જર્જરિત દુર્ઘટના ગ્રસ્ત બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાની હિલચાલ કરી તંત્રએ ઓવરબ્રિજના બંધ કરી બાજુ માં રહેલા નવા ઓવરબ્રિજ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નંદેલાવ રેલવે ઓવરબ્રિજ નર્મદા ચોકડી,એબીસી સર્કલ થી શ્રવણ ચોકડી, જંબુસર ચોકડી અને દહેજ સાથે વાહનો સીધા અવરજવર કરી શકે તે માટે નિર્માણ કરાયો હતો. સાથે રેલવે ફાટક ઉપર લોકોના વેડફાતા સમયને ધ્યાનમાં લઈ નિર્માણ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.