Western Times News

Gujarati News

ભારે વરસાદના કારણે ભંગનામારી પોલીસ સ્ટેશન ધરાશાયી થઇ

ગુવાહાટી,આસામમાં પૂરની સ્થિતિ ઘણી ભયાનક બની રહી છે. લગભગ એક મહિનાથી અસમના ઘણા જિલ્લામાં લાખો લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન પૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પરથી પૂરની ભયાનકતા વિશે ખબર પડે છે. ભારે વરસાદના કારણે ભંગનામારી પોલીસ સ્ટેશન ધરાશાયી થઇ જાય છે. આ આસામના નાલબારી જિલ્લામાં આવેલું છે.

પોલીસ સ્ટેશન ધરાશાયી થાય તે પહેલા બધાને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેથી કોઇ જાનહાની થઇ નથી.સરકાર પૂરગ્રસ્તોને મદદ પહોંચાડી રહી છે. અસમ આપદા પ્રબંધન પ્રાધિકરણે જણાવ્યું કે સોમવારે પૂરના કારણે ૮ લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧૩૪ થયો છે. જ્યારે ૨૧ લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે.

એએસડીએમએના બુલેટિન પ્રમાણે ૨૨ જિલ્લામાં કુલ પ્રભાવિત વસ્તી ઘટીને ૨૧.૫૨ લાખ થઇ ગઈ છે જ્યારે ગત દિવસોમાં ૨૮ જિલ્લામાં આ સંખ્યા ૨૨.૨૧ લાખ હતી. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગની નદીઓમાં જળસ્તર ઘટી રહ્યું છે. જાેકે નગાવમાં કોપિલી, કછારમાં બરાક અને કરીમગંજમાં કરીમગંજ અને કુશિયારા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.એક સપ્તાહથી વધારે સમયમાં પાણીમાં ડુબેલા સિલચરમાં તે વિસ્તારોમાં રાહત પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

જ્યાં પ્રશાસને વાયુસેનાના હેલિકોપ્ટરથી ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓના પેકેટ આપવા માટે હવાઇ માર્ગથી પહોંચવાનું બાકી છે.એએસડીએમએના એક બુલેટિનમાં કહ્યું કે રાજ્યભરમાં ૬૧ રાજસ્વ મંડલો અંતર્ગત ૨૨૫૪ ગામો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે ૧,૯૧,૧૯૪ લોકોએ ૫૩૮ રાહત શિવિરોમાં શરણ લીધી છે. ભારે વરસાદથી ૭૯ રસ્તા અને પાંચ પુલોને નુકસાન પહોંચ્યું છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ૭૪,૬૫૫.૮૯ હેક્ટર ક્ષેત્ર હજુ પણ જલમગ્ન છે. અત્યાર સુધીમાં ૨૭૭૪ પ્રાણીઓ પાણીમાં તણાઇ ગયા છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.