Western Times News

Gujarati News

ભુજની RTO કચેરીમાં ૧૨ હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી

કચ્છ, શહેરમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ,ડુપ્લીકેટ, સુધારા-વધારાની અરજીઓના લાયસન્સના કામ અટકી પડયા છે કારણકે લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જાેવા મળી રહ્યો છે.જે ના કારણે છેલ્લા દોઢ મહિનાથી ભુજની આરટીઓ કચેરીમાં ૧૨ હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી છે. અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.

કચ્છ મોટરિંગ પબ્લીક પ્રતિનિધિ મંડળના પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૬ માસથી કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત છે.કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ કરવા બાબતે રાજયકક્ષાએ ચાલતી મથામણમાં અરજદારો અટવાઇ ગયા છે. ઉપરાંત સરકાર અરજદારો પાસેથી સ્માર્ટકાર્ડ માટેના ૨૦૦ રૂપિયા ફી લઇ રહી છે પરંતુ સરકાર પાસે જથ્થો જ નથી તો શા માટે ફી વસૂલવામાં આવી રહી છે.

ભુજ આરટીઓમાં ૧૨૭૦૦ જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ છે પોલીસ અને આરટીઓની ડ્રાઇવ અને ચેકિંગ અવિરત ચાલુ હોય છે પણ અરજદારોને આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે લાયસન્સ મળતા ન હોવાથી દંડનો ભોગ પણ બનતા હોય છે. છેલ્લા ૬ મહિનાથી ભુજ આરટીઓમાં ૧૨૭૦૦ જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ પડી છે. સ્માર્ટકાર્ડના સ્ટોકના અભાવે પ્રિન્ટિંગ થઇ ન હોવાથી અરજદારોને લાયસન્સ પહોંચી શકયા નથી.

પરિણામે લોકો હાલાકી નો ભિગ બને છે ૪૦૦-૫૦૦ નો પેટ્રોલ બાળી ને ભુજ ધક્કો ખાય છે અફધો દિવસ તૂટે છે લાયસન્સ વગર પરેશાની થાય છે. ભુજની આરટીઓમાં લાયસન્સની ૧૨૭૦૦ અરજીઓ પડતર પડી રહી છે, સ્માર્ટકાર્ડનો સ્ટોક આવતો ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ મારફતે અરજદારોને લાયસન્સ મોકલી શકાતા નથી.

જ્યારે સરકાર પાસે જથ્થો જ નથી સ્માર્ટકાર્ડનો તો સરકારે અરજદારે ભરેલ ૨૦૦ રૂપિયાની ફી પાછી આપી દેવી જાેઈએ. જ્યારે સરકાર અરજદારને સ્માર્ટકાર્ડ આપી શકે ત્યારે જ તેને અરજદાર પાસેથી ૨૦૦ રૂપિયા ફી વસૂલવી જાેઈએ.

આ સમગ્ર બાબત અંગે આરટીઓ અધિકારીએ જ્યારે સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરી પોસ્ટ મારફતે લાયસન્સ અરજદારોને મોકલી દેવામાં આવશે. તેમજ “સ્” પરિવહન એપ્લિકેશનમાં લાયસન્સની વિગત ઓનલાઇન થઈ જાય છે. લોકોની માંગ છે કે આ લાયસન્સ પ્રક્રિયા માટેના સ્માર્ટ કાર્ડ નો ઉકેલ જલ્દી આવે તો હાલાકી ઓછી થાય તેવી માંગ કરી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.