Western Times News

Gujarati News

મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ “વિકિડાનો વરઘોડો”નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલીઝ થયું

શરદ પટેલ પ્રસ્તુત, એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાનવી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને વિકાસ અગ્રવાલ સહયોગથી, તથા રીષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નિરવ પટેલ સાથે મળીને કોમેડી ગુજરાતી મૂવી, ‘વિકિડા નો વરઘોડો’ને દર્શકો સામે લાવવા તૈયાર છે.

આ ફિલ્મમાં સન આઉટડોર્સના પ્રિતેશ શાહ સહ-નિર્માતા છે. આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લેખિત, દિગ્દર્શિત અને સંપાદિત કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ “વિકિડા નો વરઘોડો”નું ફર્સ્ટ લૂક પોસ્ટર અનોખી એનિમેટેડ ભવાઈ પ્રત્યેના દર્શકોના અભૂતપૂર્વ પ્રેમને પગલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની ઝલક છે. ત્રણ કન્યામાંથી વિકી સાથે લગ્ન કરનારી કન્યા છે કોણ? એ જ આ ફિલ્મનું સૌથી મોટું સસ્પેન્સ છે. સાથે જ આ ફિલ્મ તમને પ્રેમ, હાસ્ય અને લાગણીઓની દરેક ભાવનાઓથી તરબતર કરશે.

આ ફિલ્મમાં વિકી તરીકે સુપર સ્ટાર મલ્હાર ઠાકર, અનુશ્રી તરીકે મોનલ ગજ્જર, રાધિકા તરીકે જ્હિનલ બેલાણી, અને વિદ્યાની ભૂમિકામાં માનસી રાચ્છ છે. અનુરાગ પ્રપન્ના અને અલ્પના બુચ દ્વારા વિકીના પિતા અને માતાની ભૂમિકા ભજવવામાં આવી છે. આ ફિલ્મ 8 જુલાઈ 2022ના રોજ મોટા પડદા પર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.