Western Times News

Gujarati News

યોગ એવી અનન્ય અને અદ્વિતીય વસ્તુ છે કે જે આપણે સમગ્ર વિશ્વને આપી શકીએ છીએ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર),  બી.એ.પી.એસ. દ્વારા સંચાલિત સ્વામી નારાયણ વિધામંદિર કન્યા વિધાલય રેસીડેન્શીયલ સ્કુલ, રાંદેસણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ખાસ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ યોગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત વિધાનસભાન અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉદબોધન કરતાં ડૉ. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, યોગ એ નિયમિત અને સંયમિત જીવન પ્રણાલીનો એક અનિવાર્ય અને અગત્યનો ભાગ છે. જેના થકી પ્રત્યેક વ્યક્તિ તાલબદ્ધ શ્વસનક્રિયા વડે, તનનું અને મનનું નિરામય આરોગ્ય જાળવી શકે છે. સ્વસ્થ દિઘૉયુ જીવન જીવી શકે છે.

આપણા ધર્મ અને સંસ્કૃતિમાં આગવું સ્થાન પામેલ યોગ એ એવી અનન્ય અને અદ્વિતીય વસ્તુ છે કે તે આપણે સમસ્ત વિશ્વને આપી શકીએ તેમ છીએ. આ બાબત પર ભાર દઈને યોગ માધ્યમથી સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ અને આર્ત્મનિભર બનાવવાની દિશામાં શાળાની વિધાર્થીનીઓને અનુરોધ કર્યો હતો.

આપણી સંસ્કૃતિમાં શરીર, મન અને આત્મા એ ત્રણ પાસાઓને યોગ્ય સંતુલન વડે જ પરિપૂર્ણ અને ખુશહાલ જીવનની સંકલ્પના આપણા ઋષિમુનિઓ એ સિધ્ધ કરી બતાવી છે. આપણે યોગ રસ્તે ચાલીને આખા જગતને પૈસાનો ખર્ચ કર્યા વિના નિરોગી કરીશું. આવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

પ્રમુખ સ્વામીજીએ ચીધેલ રાહ પર સંતો અવિરત સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. અને છેવાડાના માનવી સુધી જઈને તેના ઉત્કષૅ વિશે પથપ્રદર્શન કરી રહ્યા છે. તે બદલ સંતો, હરિભક્તો અને બી. એ. પી. એસ સંસ્થા સાથે સંકળાયેલ સમગ્ર ટીમને તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલ ખાસ યોગ કાર્કય્રમમાં શાળાની વિઘાર્થીનીઓ અને શાળા પરિવાર સહભાગી બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.