Western Times News

Gujarati News

‘યોગ ભગાવે રોગ’ ના સંદેશ સાથે ડાંગ જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ કરશે યોગ

પ્રતિકાત્મક

(ડાંગ માહિતી ) આહવાઃ સ્વસ્થ જીવનશૈલીની દિશામા આગળ વધી રહેલા ભારતવર્ષના યોગને વિશ્વ આખુ સ્વિકારી, અને અપનાવી ચૂક્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાની આરોગ્ય સેના પણ ‘યોગ ભગાવે રોગ’ ના સંદેશ સાથે યોગ નિદર્શનમા જાેડાયુ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન ઘડી કાઢવામા આવી રહ્યુ છે. જે મુજબ ડાંગ જિલ્લાની આરોગ્ય શાખા ઉપરાંત દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને ૬૮ સબ સેન્ટરો ખાતે અંદાજીત ૧૩ હજાર જેટલા લોકો સાથે,

આરોગ્ય કર્મીઓ યોગ નિદર્શન કરશે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા, સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરાયો હતો.

જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમા તારીખ ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામા આવે છે. તદ્દનુસાર વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જુનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમા કરવામા આવે છે. કોવિડ મહામારી બાદ ચાલુ વર્ષ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૨૧મી જુન ૨૦૨૨ના રોજ

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી, સમગ્ર રાજયમા વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનુ, રાજય સરકાર દ્વારા નક્કી કરાયુ છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા “માનવતા માટે યોગા ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૨ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનુ નક્કી કરવામા આવ્યુ છે. જેની તડામાર તૈયારીઓ દેશના ખુણે ખુણે થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.