Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૨૬ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૨૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૬૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૬૧૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૫૫,૫૮૪ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૫૨૪ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૨ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૫૨૨ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૬૧૬ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦૬, વડોદરા કોર્પોરેશન ૨૨, સુરત કોર્પોરેશન ૩૭, ગાંધીનગર કોર્પોરેશન ૭, વડોદરા ૬, કચ્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં ૫-૫ કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં ૪-૪ કેસ નોંધાયા છે. ગાંધીનગર, પાટણમાં ૩-૩, અમદાવાદ, ભરૂચ, રાજકોટમાં ૨-૨ અને અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૪૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૦૪૭૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૭૦૦ ને રસીનો પ્રથમ અને ૨૦૪૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૭૧૨૬ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.

૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૫૬૩૩ ને રસીનો પ્રથમ અને ૮૬૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૫,૫૮૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૯,૬૫,૮૧૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.