Western Times News

Gujarati News

લીમખેડામાં મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો

સરકારી તબીબ દ્વારા જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી, હાલ ત્રણેય બાળકો અને માતા સંપુર્ણ સ્વસ્થ છે

દાહોદ , દાહોદ જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. સરકારી તબીબ દ્વારા જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલ ત્રણેય બાળકો અને માતા સંપુર્ણ સ્વસ્થ છે. આ બાળકોમાં એક પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થાય છે.

હાલ તો એક સાથે ત્રણ બાળકોના જન્મના કારણે તબીબી આલમમાં આશ્ચર્ય છે જ્યારે પરિવારમાં ખુશીનો માહોલ છે.
લીમખેડા તાલુકાના મોટા હાથી ધરા ગામના લલિતાબેન ડામોર સગર્ભા હતા અને તેમને પ્રસવ પીડા ઉમટી હતી. જેથી તેમને લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા.

જ્યાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જાે કે લલિતા બેનને એક સાથે ત્રણ બાળકોને જન્મ થયો હતો. તેમણે એક પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો. નોર્મલ ડિલિવરી થયા બાદ બાળકો પણ સ્વસ્થય હતા. જાે કે ત્રણેય બાળકોના વજન ૨ કિલોની આસપાસ રહ્યા હતા.

જેથી બાળકોને જનરલ ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. માતાની તબિયત સ્વસ્થ છે.લલિતાબહેનને અગાઉથી જ ૪ બાળકો છે તેમાં વધારે ત્રણનો ઉમેરો થતા હવે કુલ ૭ બાળકો થયા છે. હવે પરિવારમાં ત્રણ પુત્રો અને ચાર પુત્રોઓ છે.

સરકારી દવાખાનાએ જટિલ ગણાય તે પ્રકારની પ્રસુતી ખુબ જ સારી રીતે અને નોર્મલ ડિલિવરી કરાવવામાં સફળ રહ્યા હતા. જાે કે ૭ બાળકોના પિતા તેવા નરેશ ભાઇ ડામોર પોતે કડિયાકામ કરે છે. લલિતા બેન પોતે પણ મજુરી કામ કરે છે. નરેશ ભાઇ પોતે પણ પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઇ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.