Western Times News

Gujarati News

વડાપ્રધાને આપ્યો સ્વચ્છતાનો સંદેશ: પ્રગતિ મેદાન ટનલનું નિરીક્ષણ કરતા મોદીએ ઉઠાવ્યો કચરો

NEW DELHI, JUN 19 (UNI):- Prime Minister Narendra Modi picking litter while dedicating the six-lane tunnel and five underpasses of the Pragati Maidan Integrated Transit Corridor Project, in New Delhi on Sunday. UNI PHOTO-46U

ટનલનું નિરીક્ષણ કરતા મોદી ચાલતા હતા ત્યારે કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જાેવા મળી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટિડ ટ્રાન્સિટ કોરિડોર ટનલ અને અન્ડરપાસનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. ઉદ્‌ઘાટન બાદ પીએમ ટનલનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ દરમિયાન એક અજબ નજારો જાેવા મળ્યો હતો. હકીકતમાં પીએમ ચાલતા હતા ત્યારે કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જાેવા મળી. ત્યારબાદ તેમણે ખુદે આ કચરો ઉઠાવ્યો અને દેશવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

આ પહેલા પણ પીએમ ઘણીવારસફાઈનો સંદેશ આપતા રહ્યા છે અને ખુદ પણ કચરો ઉપાડતા જાેવા મળ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરનાર પીએમ મોદી આસપાસના વાતાવરણને સાફ રાખવા પર ભાર આપે છે અને તેનું પાલન પણ કરે છે. આ પહેલા ૨૦૧૯માં પીએમ મોદી તમિલનાડુના મામલ્લપુરમના એક સમુદ્ર કિનારે કચરો ઉપાડતા જાેવા મળ્યા હતા.

તેમણે ત્યારે ટ્‌વીટ કરતા લખ્યું હતું કે, આજે સવારે મામલ્લાપુરમમાં એક સમુદ્ર કિનારા પર પ્લોગિંગ કરી. આ ૩૦ મિનિટથી વધુ સમય ચાલી. મેં ભેગી કરેલી વસ્તુઓને જયરાજને સોંપી દીધી, જે હોટલના કર્મચારીમાંથી એક છે. આવો આપણે તે વાત નક્કી કરીએ કે આપણા જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની પ્રોડક્ટ્‌સને, આપણી સંસ્કૃતિને શોકેસ કરવા માટે પ્રગતિ મેદાનનું નિર્માણ થયું હતું, પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમયથી રોકાયેલી હતી.

તેનો પ્લાન કાગળ પર દેખાડી દેવામાં આવ્યો હતો, પરંતુ જમીન પર કંઈ થયું નહીં. અગ્નિપથ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યુ કે, આ આજનું નવુ ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવા કામ કરવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી કહ્યુ કે, આ તસવીર બદલવા માટે કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારનો ભાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. તેનું સીધુ પરિણામ અને તેની પાછળનો ઉદ્દેશ્ય ઇઝ ઓફ લિવિંગ પર છે.

પીએમ મોદીએ કહ્યુ કે, દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના સમાધાન માટે છેલ્લા આઠ વર્ષમાં અનેક મહત્વના પગલા ભરવામાં આવ્યા છે. છેલ્લા ૮ વર્ષમાં દિલ્હી-એનસીઆર મેટ્રોની સેવાનું વર્તુળ ૧૯૩ કિલોમીટરથી આશરે ૪૦૦ કિલોમીટર સુધી પહોંચી ગયું છે.ss1kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.